Border 2: Gadar-2ની જબરદસ્ત કમાણીએ બોક્સ ઓફિસ પરના રેકોર્ડના તમામ હેન્ડપમ્પ ઉથલાવી દીધા છે. સની દેઓલની કમબેક ફિલ્મે કાશ્મીર ફાઇલ, કેરળ સ્ટોરી, બજરંગી ભાઈ જાન વગેરે જેવી ઘણી સુપરહિટ ફિલ્મોની કમાણી પાછળ છોડી દીધી છે. હવે આ ફિલ્મની શાનદાર સફળતા બાદ સની દેઓલની વધુ એક સુપર-ડુપર હિટ ફિલ્મ બોર્ડરની સિક્વલ બનવાના સમાચાર પણ જોર પકડી રહ્યા છે.