African BlackWood Farming: માત્ર એક જ વૃક્ષનું કરો વાવેતર અને તમારી 7 પેઢીને બનાવો કરોડપતિ, જાણો કયું છે એ ઝાડ? | Moneycontrol Gujarati
Get App

African BlackWood Farming: માત્ર એક જ વૃક્ષનું કરો વાવેતર અને તમારી 7 પેઢીને બનાવો કરોડપતિ, જાણો કયું છે એ ઝાડ?

African BlackWood Farming: તમને જાણીને આશ્ચર્ય થશે કે ચંદન સૌથી મોંઘુ લાકડું નથી, તેનાથી મોંઘુ લાકડું છે જેના એક કિલોની કિંમત લાખોમાં છે અને તેની ખેતી કરીને તમે તો ઠીક તમારી પેઢીઓ પણ તરી જશે.

અપડેટેડ 01:22:41 PM Aug 08, 2023 પર
Story continues below Advertisement
આ ઝાડ દુર્લભ હોવાથી ચંદનની જેમ તેની પણ તસ્કરી કરવામાં આવે છે. તસ્કરો મોટાભાગે આ ઝાડને પરીપક્વ થતાં પહેલા જ કાપી નાખે છે. સામાન્ય રીતે આ ઝાડને પૂર્ણ રીતે તૈયાર થવામાં 60 વર્ષનો સમય લાગે છે.

African BlackWood Farming: ભારતમાં ઘણા એવા દુર્લભ ઝાડની ખેતી કરવામાં આવે છે જે તમને કરોડપતિ બનાવી શકે છે. જ્યારે આવા ઝાડની ખેતીની વાત આવે ત્યારે સૌથી પહેલા તમારા મોઢા પર ચંદનનું નામ આવે, કારણ કે આ ઝાડ ખૂબ જ દુર્લભ હોવા સાથે તેની માગ પણ સતત વધારે રહેતી હોય છે. ચંદનના એક કિલો લાકડાની કિંમત 7-8 હજાર રુપિયા છે. જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે ચંદન સૌથી મોંઘુ લાકડું નથી, તેનાથી મોંઘુ લાકડું છે જેના એક કિલોની કિંમત લાખોમાં છે અને તેની ખેતી કરીને તમે તો ઠીક તમારી પેઢીઓ પણ તરી જશે.

અમે વાત કરી રહ્યા છે આફ્રિકન બ્લેકવુડ (African Blackwood Tree) ઝાડની, જેનું લાકડું મોટાભાગે આફ્રિકાના સુકા વન ક્ષેત્રોમાં મળે છે. આ ઝાડના એક કિલો લાકડાની કિંમત 7 લાખ રુપિયા છે. જેમ ચંદનનું લાકડું દુર્લભ છે તેનાથી પણ વધારે આફ્રિકન બ્લેકવુડનું લાકડું દુર્લભ છે.

તેનું દુર્લભ હોવાનું જ તેને આટલું મોંઘુ બનાવે છે. તેનું ઝાડ આમ કોઈ બહું મોટું નથી હોતું. સામાન્ય રીતે તેનું એક ઝાડ 1 ક્વિંટલ આસપાસ હોય છે. આ હિસાબે જો ગણિત માંડીએ તો એક ઝાડની કિંમત 7 કરોડ રુપિયા પાર જઈ શકે છે. એટલે કે ફક્ત એક ઝાડ વેચીને પણ તમે કરોડપતિ બની શકો છો.


આ ઝાડનું લાકડું મોટાભાગે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે, શરણાઈ, વાંસળી અને ગિટાર બનાવવા માટે કામ લાગે છે. એટલું જ નહીં આ લાકડાનો ઉપયોગ મોંઘા ફર્નિચર બનાવવા માટે પણ થાય છે. જોકે તેનાથી બનેલું ફર્નિચર એટલું મોંઘુ હોય છે કે સામાન્ય માણસ તો ખરીદી જ ન શકે.

આ ઝાડ દુર્લભ હોવાથી ચંદનની જેમ તેની પણ તસ્કરી કરવામાં આવે છે. તસ્કરો મોટાભાગે આ ઝાડને પરીપક્વ થતાં પહેલા જ કાપી નાખે છે. સામાન્ય રીતે આ ઝાડને પૂર્ણ રીતે તૈયાર થવામાં 60 વર્ષનો સમય લાગે છે. તેવામાં જ્યારે તસ્કરો તેને વહેલા કાપીને વેચી દે છે તેનાથી આ ઝાડની સંખ્યા ફટાફટ ઘટી રહી છે. બીજુ લાંબા ગાળે તૈયાર થતું હોવાથી લોકો તેની ખેતી ઓછી કરે છે.

સ્થિતિ એવી છે કે તાંઝાનિયા જેવા દેશોમાં આફ્રિકન બ્લેકવુડની સુરક્ષા માટે સશસ્ત્ર સૈનિકો તૈનાત કરવામાં આવી રહ્યા છે. તેમની સુરક્ષા પરનો ખર્ચ પણ ઘણો વધી રહ્યો છે. જેના કારણે લોકો તેમને ઉગાડવાનું છોડી દે છે અને તેમની દુર્લભતા વધે છે.

આ પણ વાંચો - Iskcon Bridge accident: ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલે જેલમાં ભણવાની વ્યક્ત કરી ઇચ્છા, સાથે કરી અનેક માંગણીઓ

હવે સવાલ એ છે કે શું આ ઝાડને ભારતમાં ઉગાડી શકાય છે? તો જવાબ હાં છે, આ ઝાડને ભારતમાં નોર્થ ઈન્ડિયન રોઝવુડ નામથી ઓળખવામાં આવે છે. જોકે સમાન સમસ્યા ભારતમાં પણ છે આ ઝાડને તૈયાર થવામાં વધુ સમય લાગતો હોવાથી લોકો તેને ઉગાડવાથી દૂર રહે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 08, 2023 1:05 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.