Greece Boat Tragedy: દક્ષિણ ગ્રીસ પાસે બોટ ડૂબી જવાની ઘટનામાં પાકિસ્તાનના 300 લોકોના મોતની આશંકા છે. અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બોટમાં 400 પાકિસ્તાની, 200 ઈજિપ્તના અને 150 સીરિયન હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે બોટ ડૂબવાની ઘટનામાં પાકિસ્તાની નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ કહ્યું છે કે માનવ તસ્કરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ એક જઘન્ય અપરાધ છે. પાકિસ્તાને POKમાંથી લગભગ 10 માનવ તસ્કરોની ધરપકડ કરી છે. તેમના પર ગેરકાયદેસર માધ્યમથી પાકિસ્તાનના લોકોને યુરોપ લઈ જવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.