Cricket World Cup 2023 Schedule: વર્લ્ડ કપ 2023નો આગાઝ થઈ ચૂક્યો છે. પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે છે. વર્લ્ડ કપ દરમિયાન કુલ 48 મેચો રમાશે. તેની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાવા જઈ રહી છે. આ વખતે પણ વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. એટલે કે તમામ 10 ટીમો એકબીજા સામે 9-9 મેચ રમશે. આ પછી ટોપની 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. વર્લ્ડકપની ફાઈનલ 19મી નવેમ્બરે અમદાવાદમાં, સેમીફાઈનલ મુંબઈ અને કોલકાતામાં અનુક્રમે 15 અને 16 નવેમ્બરે રમાશે.