કેરળના પ્રસિદ્ધ શ્રી પદ્મનાભ સ્વામી મંદિરમાંથી પિત્તળના પાત્રની ચોરી કરવાના આરોપમાં હરિયાણાના ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે રવિવારે આ જાણકારી આપી. પરંપરાગત વાસણ, જેને સ્થાનિક ભાષામાં "ઉરુલી" કહેવામાં આવે છે, તેનો ઉપયોગ પ્રાચીન મંદિરમાં પૂજા અને ધાર્મિક વિધિઓ માટે કરવામાં આવતો હતો.
પોલીસે પુષ્ટિ કરી કે હરિયાણા પોલીસની મદદથી આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, પરંતુ વધુ વિગતો આપી નથી. એક પોલીસ અધિકારીએ કહ્યું, “આરોપીઓમાં એક ડૉક્ટર છે જેની પાસે ઓસ્ટ્રેલિયન નાગરિકતા છે. ગયા અઠવાડિયે બે-ત્રણ મહિલાઓ તેની સાથે ગઈ હતી અને પ્રાર્થના કરી હતી. આ ગુનો કથિત રીતે ગુરુવારે થયો હતો.