ભારતમાં Appleના ઓફિશિયલ પ્રથમ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એપલનો આ પહેલો સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલ્યો છે. આ સ્ટોરના ઉદ્ઘાટન સંદર્ભે કંપનીના સીઈઓ ટિમ કૂક પણ ભારતની મુલાકાતે છે. ટિમ કૂક ભારત આવ્યા બાદથી જ ચર્ચામાં છે. વિશ્વના સૌથી સફળ સીઈઓની યાદીમાં ટિમ કૂકનો પણ સમાવેશ થાય છે. એપલને એક અલગ સ્ટેજ પર લઈ જવામાં ટિમ કુકે ઘણું યોગદાન આપ્યું છે. ટિમ કુકની કમાણી પણ અબજોમાં છે.