Twitter: માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર એ ટ્વીટ દ્વારા તમારા મંતવ્યોને સોશિયલ બનાવવાનું એક મીડિયમ જ નથી પરંતુ તમે અહીં સારી એવી કમાણી પણ કરી શકો છો. ટ્વિટરના માલિક એલોન મસ્કે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે દર મહિને તેના 24700 સબ્સ્ક્રાઇબર્સ દ્વારા $98.8 હજાર (લગભગ 80.9 લાખ રૂપિયા) કમાય છે. તેણે આ વિશે એક સ્ક્રીનશૉટ પણ પોસ્ટ કર્યો હતો, જેમાં એવા લોકોની સંખ્યા દર્શાવવામાં આવી હતી જેઓ મસ્કને $4 એટલે કે એક્સક્લુઝિવ કન્ટેન્ટ માટે દર મહિને 330 રૂપિયા ચૂકવે છે. મતલબ કે મસ્ક કેટલીક એવી ટ્વીટ્સ પણ કરે છે જે ફક્ત તેના સુપર ફોલોઅર્સને જ દેખાશે જેમણે તેના માટે પેમેન્ટ કરી છે. જો કે આ ફિચર માત્ર મસ્ક માટે જ નથી, પરંતુ તમે તેનાથી કમાણી પણ કરી શકો છો.