બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ડાઓમાં 128 પોઇન્ટનો ઘટાડો

ના રોજ પ્રકાશિત Fri, 14, 2020 પર 08:09  |  સ્ત્રોત : CNBC-Bajar

US માર્કેટ પર કોરોનોવાયરસની ચિંતા ફરી હાવી છે. કોરોનો વાયરસથી મૃત્યુની સંખ્યા વધવાથી ચિંતા છે. રેકોર્ડ ઉંચાઇથી ઘટ્યા US માર્કેટ, ઘટાડા સાથે બંધ થયો. ડાઓમાં 128 પોઇન્ટનો ઘટાડો, S&P 500 અને નાસ્ડેકમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. માઇક્રોસોફ્ટ સિસ્કો સિસ્ટમ્સના શેરમાં ઘટાડો છે. યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સમાં 1 ટકાનો કડાકો છે.


વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યમાં વધારો થયો છે. ચીનમાં 254 નવા મૃત્યુ, 15000 નવા કેસ જોવા મળ્યા છે. અત્યાર સુધી 1369 લોકોના મૃત્યુ પામ્યા છે. 51,986 કેસ ફક્ત હુબેઇમાં સામે આવ્યા છે. હુબેઇમાં ગઇકાલે 116 લોકોના મૃત્યુ થયા છે. USમાં અત્યાર સુધી 15 કેસ સામે આવ્યા છે.