બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ઉપલા સ્તરોથી ડાઓ 1000 થી વધુ નીચે

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 08:06  |  સ્ત્રોત : CNBC-Bajar

US માર્કેટમાં બીજા દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઉપલા સ્તરોથી ડાઓ 1000 થી વધુ નીચે ગયું છે. ડાઓ જોન્સ 2 દિવસમાં 1910 પોઇન્ટ ઘટ્યો છે. 2 દિવસમાં S&P 500માં 6.3 ટકાનો ઘટાડો થયો છે. S&P 500નો $1.7 trillionનો માર્કેટ કેપ સાફ છે.


નાસ્ડેક રેકોર્ડ ઉંચાઇથી 8.9 ટકા ઘટ્યો છે. દુનિયાના અનેક દેશોમાં વાયરસ પ્રસરવાથી ચિંતા વધી છે. ગ્લોબલ ઇકોનોમીમાં સ્લોડાઉનની આશંકા વધી છે. કાચા તેલમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટનો ભાવ $55 પ્રતિ બેરલની નીચે ગયો છે. ડિમાંડમાં ઘટાડાની આશંકાથી ક્રૂડમાં ઘટાડો છે.


અત્યાર સુધી 2,704 લોકોના મોત, 80200 લોગ અસરગ્રસ્ત છે. ઇટલીમાં 11 લોકોના મોત, દર્દીઓની સંખ્યા 320ને પાર થયો છે. ઇરાનમાં 16 મૃત્યુ, 95 અસરગ્રસ્ત, ઓસ્ટ્રેલિયામાં પણ 2 કેસ છે. દવાનો 6 સપ્તાહમાં ટ્રાયલ શરૂ થશે. દવાની સપલાય પર નજર છે. દુનિયાના તમામ દેશો વાયરસને લઇ એલર્ટ રહો છે. 2020 Tokyo ગેમ્સ રદ થવાનો ભય છે.