બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

Global market: સપ્તાહના અંતિમ દિવસે ગ્લોબલ સંકેતો પૉઝિટીવ, SGX Nifty કરી રહ્યા ફ્લેટ કારોબાર

માઇક્રોસોફ્ટના સારા ગાઇડન્સ, નાસ્ડેક 53 પોઇન્ટ વધ્યો છે. 10 વર્ષની બોન્ડ યીલ્ડમાં જોરદાર ખરીદારી જોવા મળી છે.
ના રોજ પ્રકાશિત Fri, 23, 2021 પર 08:25  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરીકાના બજારો સતત ત્રીજા દિવસે વધીને બંધ થયા હતો. ડાઓમાં 25 પોઇન્ટનો વધારો થયો છે. માઇક્રોસોફ્ટના સારા ગાઇડન્સ, નાસ્ડેક 53 પોઇન્ટ વધ્યો છે. 10 વર્ષની બોન્ડ યીલ્ડમાં જોરદાર ખરીદારી જોવા મળી છે. 10 વર્ષની બોન્ડ યીલ્ડ 1.28 ટકાની પાસે રહ્યો છે. ક્રૂડમાં તેજી, બ્રેન્ટ ક્રૂડ ડૉલર 74 ની પાસે રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ 92.79ની નજીક છે. વીકલી જોબલેસ ડેટા અનુમાનથી સારા રહ્યું છે. જોબલેસ ક્લેમ 51000 વધી 4.19 લાખ રહ્યા છે. એશિયામાં કોવિડના કેસ વધતા ચિંતા વધી છે. જાપાન બજાર નિક્કઇ આજે પણ બંધ રહ્યો હતો.


એશિયન બજાર


અહીં આજે એશિયન બજારોમાં દબાણ સાથે કારોબરા જોવા મળી રહ્યું છે. SGX Nifty 11.50 અંકના ઉપરી કારોબરા કરી રહ્યા છે. The Eve Of SPORTS DAYના કારણે આજે જાપાનનું બજાર NIKKEI બંધ છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.12 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઇવાનનું બજાર 0.27 ટકાના વધારા સાથે 17,620.47 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગ સેંગ 0.91 ટકાના ઘટાડા સાથે 27,471.43 ના સ્તર પર જોવા મળી રહી છે. જ્યારે કોસ્પીમાં 0.09 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.47 ટકા દબાણ બતાવી રહ્યું છે.