Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવા મળ્યા છે. એશિયામાં મિશ્ર કારોબાર દેખાય રહ્યો છે. SGX NIFTYમાં પા ટકાથી વધુની તેજી જોવા મળી છે. પણ US FUTURES પર દબાણ જોવાને મળ્યુ છે. જો કે શુક્રવારે અમેરિકી બજાર મજબૂત બંધ થયા હતા.
શુક્રવારે અમેરિકાના બજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. S&p 500માં આ સતત ત્રીજો સાપ્તાહિક ઉછાળો હતો. જ્યારે નાસ્ડેકમાં સતત ચોથા સપ્તાહે ઉછાળો હતો. આ સાથે જ શુક્રવારે પર્સનલ કન્ઝમ્પશન એક્સેપેન્ડિચરના આંકડા જાહેર થયા હતા જે અનુમાન મુજબ રહ્યા હતા. આ આંકડા માગ ઓછી થઈ હોવાના અને મોંઘવારી ઘટી હોવાના સંકેત આપે છે.
હવે બજારની નજર આ સપ્તાહે યોજાનારી ફેડની બેઠક છે. બજારને આશા છે કે આ વખતે ફેડ દ્વારા પા ટકાનો વ્યાજ દર વધારો કરવામાં આવે. આ બધા સંકેતોની વચ્ચે આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં સામાન્ય ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો હતો.
આ વચ્ચે આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યુ છે. SGX NIFTY માં 14.00 અંકનો વધારો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ આશરે 0.33 ટકાના વધારાની સાથે 27,473.75 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.21 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 2.83 ટકા વધીને 15,350.14 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.92 ટકાના ઘટાડાની સાથે 22,479.44 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં1.17 ટકા ઘટીને 2,454.97 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.52 ટકાના વધારાની સાથે 3,281.68 ના સ્તર પર દેખાય રહ્યા છે.