ગ્લોબલ માર્કેટ તરફથી નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટની દબાણ સાથેની શરૂઆત જોવા મળી રહી છે. SGX NIFTY પણ અડધા ટકા નીચે કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકી બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો. DOW 600 પોઇન્ટ્સ ઘટીને બંધ થયો હતો. નબળા આંકડાથી દબાણ બન્યું.
નબળા આર્થિક આંકડાઓને પગલે ગઈકાલે અમેરિકાના બજારોમાં મોટો ઘટાડો આવ્યો હતો. ગઈકાલે રિટેલ સેલ્સ, પ્રોડ્યુસર પ્રાઈસના આંકડા અનુમાનથી વધુ ઘટીને આવ્યા હતા. સાથે જ usમાં ફેક્ટરી ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે મંદી વધવાની આશંકાએ બજારમં મોટો ઘટાડો આવ્યો હતો.
ડાઓમાં બે ટકા જેટલો અને S&P 500માં દોઢ ટકાનો ઘટાડો આવ્યો હતો જે છેલ્લા એક મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો. નાસ્ડેકમાં પણ સવા ટકાનો ઘટાડો ગઈકાલે આવ્યો હતો. નાસ્ડેકમાં સતત આઠ દિવસની તેજી બાદ ઘટાડો આવ્યો છે. આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં પણ સામન્ય ઘટાડા સાથેનો કારોબાર હતો.
એમાઝોન, માઈક્રોસૉફ્ટ છટણીઓ શરૂ કરશે. Q1 માં માઈક્રોસૉફ્ટ 10000 લોકોને નોકરીથી કાઢશે. જ્યારે એમાઝોન 18000 લોકોને નોકરીથી કાઢશે. એમાઝોન US, કોસ્ટા રિકા અને કનાડામાં છટણી કરશે.
અમેરિકામાં મંદીની ચિંતા વધવાથી ક્રૂડ લપસ્યો છે. ભાવ દોઢ ટકા લપસીને 85 ડૉલરની નીચે આવ્યો છે. આજે પણ બ્રેન્ટમાં 1% થી વધારાનો ઘટાડો આવ્યો છે. જ્યારે સોનામાં પણ દબાણ દેખાય છે.
આ વચ્ચે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. SGX NIFTY 88.00 અંકનો ઘટાડો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ 1.22 ટકાના ઘટાડાની સાથે 26,468.62 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.20 ટકાની નબળાઈ દેખાય રહી છે. જ્યારે હેંગસેંગ 0.55 ટકાના ઘટાડાની સાથે 21,558.43 ના સ્તર પર જોવામાં આવી રહી છે. જ્યારે, કોસ્પીમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.17 ટકાના ઘટાડાની સાથે 3,218.97 ના સ્તર પર દેખાય રહ્યા છે.