ગ્લોબલ બજાર તરફથી સારા સંકેતો દેખાય રહ્યા છે. SGX NIFTY લગભગ 60 પોઇન્ટ્સ ઉપર કારોબાર કરી રહ્યા છે. જો કે એશિયામાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. તો બીજી બાજું સતત ત્રીજા દિવસે NASDAQમાં તેજી જોવા મળી તો ગઈકાલે 3 ટકાથી વધારે તેજી દેખાડી થયો હતો બંધ.
ફેડ ચેરમેન જેરોમ પોવેલ દ્વારા આપવામાં આવેલી ડોવિશ કમેન્ટ્રીને પગલે ગઈકાલે અમેરિકાના બજારોમાં થોડી તેજી જોવા મળી. S&P 500 અને નાસ્ડેક પાંચ મહિનાની ઉંચાઈએ રહ્યા હતા. કોસ્ટ કટિંગના મોટા પગલાને કારણે મેટાના શેરમાં પણ તેજી જોવા મળી હતી. જોકે મોટા હેલ્થકેર સ્ટોક્સમાં ઘટાડાને પગલે ડાઓમાં ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો હતો.
ડાઓમાં 39 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ S&P 500માં દોઢ ટકાનો, તો નાસ્ડેકમાં સવા ત્રણ ટકાનો ઉછાળો આવ્યો હતો. એપ્પલ 3.7 ટકા વધ્યો હતો, તો એમેઝોન અને આલ્ફાબેટમાં 7 ટકાનો ઉછાળો આવ્યો હતો. તો ડાઓ ફ્યુચર્સમાં આજે સવારે સામાન્ય દબાણ હતું.
અમેરિકાના નબળા આર્થિક આંકડાઓથી ક્રૂડમાં મોટો ઘટાડો, ભાવ 3%થી વધારે તૂટી 82 ડૉલરની નજીક, તો સોનું 9 મહિનાના શિખરેથી ઘટી 1929 ડૉલર પર પહોંચ્યુ.
આ વચ્ચે આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 67.50 અંકનો વધારો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ 0.42 ટકાના વધારાની સાથે 27,518.75 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.04 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.27 ટકા ઘટીને 15,553.41 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.77 ટકાના ઘટાડાની સાથે 21,570.50 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 1.01 ટકાના વધારાની સાથે 3,252.54 ના સ્તર પર દેખાય રહ્યા છે.