ગ્લોબલ માર્કેટથી સંકેત સારા દેખાય રહ્યા છે. SGX નિફ્ટી 160 અંક ઉપર છે. US FUTURES પણ મજબૂતી દેખાય રહી છે. ત્યાંજ જૉબ રિપોર્ટમાં મોંઘવારી ઘટવાની આશાથી શુક્રવારે અમેરિકી બજાર 2.5% સુધી ઉછળ્યા. આજે જાપાનના બજાર બંધ છે.
શુક્રવારે અમેરિકાના બજારો જોરદાર તેજી સાથે બંધ થયા હતા. શુક્રવારે US નોન ફાર્મ પેરોલના આંકડા આવ્યા હતા અને સાથે જ સર્વિસ એક્ટિવિકટીના પણ આંકડા આવ્યા હતા. નોન ફાર્મ પેરોલના આંકડા વધીને આવ્યા હતા. આ સાથે જ ડિસેમ્બરના સર્વિસ એક્ટવિટીમાં ઘટાડો આવ્યો હોવાના સંકેત મળ્યા હતા. આ તમામ કારણોથી US ફેડ વ્યાજદર વધારો અટકાવે તેવી આશંકાએ બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. ડાઓ જોન્સ 700 પોઈન્ટ વધ્યો હતો અને S&P 500 સવા બે ટકા અને નાસ્ડેક અઢી ટકા જેટલો વધ્યો હતો. આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં પણ મજબૂતી સાથે કામકાજ હતું.
આજે એશિયાઈ બજારોમાં પણ તેજી જોવાને મળી રહી છે. SGX NIFTY 130 અંક ઊપર દેખાય રહ્યા છે. જ્યારે નિક્કેઈ 0.60 ટકા વધારાની સાથે 25974 ની આસપાસ દેખાય રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં પણ 0.70 ટકાની તેજી જોવામાં આવી રહી છે. જ્યારે, તાઈવાનના બજાર 1.82 ટકાના વધારાની સાથે 14,634.93 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.59 ટકાની તેજીની સાથે 21325.38 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.89 ટકાની મજબૂતી દેખાય રહી છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.64 ટકાના વધારાની સાથે 3177.88 ના સ્તર પર દેખાય રહ્યા છે.