બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

યુએસ માર્કેટમાં રિક્વરી, ડાઓ 207 અંક ઉછળીને બંધ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 08:14  |  સ્ત્રોત : CNBC-Bajar

યુએસ માર્કેટ ગઈકાલે મજબૂતીની સાથે બંધ થયા. ડાઓ 207 અંક તો નાસ્ડેકમાં 1 ટકાથી વધારે વધીને બંધ થયા. 12 એપ્રિલની બાદ કાલે ડાઓનું સૌથી સારૂ પ્રદર્શન જોવાને મળ્યુ. એસએન્ડપી 500 પણ લીલા નિશાનમાં બંધ થવામાં કામયાબ રહ્યા. આ વચ્ચે ટ્રંપે ફરી કહ્યુ છે કે ટ્રેડ ડીલથી અમેરિકાને ફાયદો થશે. અમેરિકાની ઈકોનૉમી મજબૂત થશે. ચીનથી ટ્રેડ ડીલ માટે અમેરિકા પૂરી રીતે તૈયાર છે.

અમેરિકી બજારોની ચાલ પર નજર કરીએ તો મંગળવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 207.06 અંક એટલે કે 0.82 ટકાની મજબૂતીની સાથે 25532.05 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 87.47 અંક એટલે કે 1.14 ટકાના વધારાની સાથે 7734.49 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 22.54 અંક એટલે કે 0.80 ટકાની મજબૂતીની સાથે 2834.41 ના સ્તર પર બંધ થયા છે.