બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

વૈશ્વિક બજારોના સંકેત પર નજર

ના રોજ પ્રકાશિત Wed, 06, 2017 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઇકાલે અમેરિકી માર્કેટનું ઘટાડા સાથે ક્લોઝિંગ જોવા મળ્યું. ડાઓ જોન્સમાં લગભગ 109 પોઇન્ટ એટલે કે અડધા ટકાની આસપાસ ઘટાડો નોંધાયો હતો. જ્યારે એસએન્ડપીમાં 0.4% અને નાસ્ડેકમાં 0.2%ની આસપાસનું દબાણ જોવા મળ્યું. હવે ગ્લોબલ માર્કેટની નજર આ મહિનામાં 12-13 ડિસેમ્બરના રોજ યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠક પર રહેશે અને જાણકારો માની રહ્યાં છે કે આ બેઠકમાં વ્યાજ દરમાં વધારો આવી શકે છે.


તે સાથે જ BREXITની અનિશ્ચિતતા વચ્ચે યુરોપિય માર્કેટમાં પણ દબાણનો માહોલ જોવા મળ્યો. જ્યારે ડૉલરમાં મજબૂતીને પગલે સોનાની કિંમતો પર દબાણ રહ્યું અને કોમેક્સ પર ભાવ ગત 2 મહિનાના નીચલા સ્તરે જોવા મળ્યા. તે સાથે કાચા તેલમાં સામાન્ય ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો. એશિયન માર્કેટ્સ જોઈએ તો મોટાભાગે લાલ નિશાનમાં જ કારોબાર ચાલી રહ્યો છે.


ગ્લોબલ સંકેત


- અમેરિકી શૅર માર્કેટમાં નરમાશ
- ડાઓ જોન્સમાં 109 પોઇન્ટનો ઘટાડો
- એસએન્ડપીમાં 0.4%, નાસ્ડેકમાં 0.2%ની આસપાસનું દબાણ
- હવે માર્કેટની નજર ફેડરલ રિઝર્વની બેઠક પર
- BREXITની અનિશ્ચિતતા વચ્ચે યુરોપિય માર્કેટ દબાણમાં
- સોનું 2 મહિનાના નીચલા સ્તર પર
- ક્રૂડમાં સામાન્ય ઘટાડા સાથે કારોબાર