ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેત જોવાને મળી રહ્યા છે. એશિયામાં FLAT કારોબાર જોવામાં આવી રહ્યો છે. પરંતુ SGX નિફ્ટી પા ટકા નીચે જોવા મળી રહ્યો છે. ત્યાંજ કાલે અમેરિકામાં નાસ્ડેક અને S&P ઘટીને બંધ થયા. BOND YIELDમાં તેજીથી દબાણ જોવાને મળી રહ્યુ છે. 4 ટકા ઉપર નિકળી 10 વર્ષની US BOND YIELD.
USની ટ્રેઝરી યીલ્ડમાં આવેલા ઉછાળાને પગલે સતત બીજા દિવસે S&P 500 અને નાસ્ડેકમાં ઘટાડો જોવા મળ્યો તો પરંતુ ડાઓ લીલા નિશાનમાં બંધ થવામાં સફળ થયો હતો. ગઈકાલે જાહેર થયેલા આંકડા મુજબ અમેરિકામાં ઉત્પાદનના કોન્ટ્રાક્ટ અને રો મટિરિયલના ભાવમાં વધારો થયો છે જેના કારણે મોંઘવારી વધવાની વકી છે.
આથી જ ગઈકાલે 10 વર્ષના બોન્ડ યીલ્ડ નવેમ્બર મહિના બાદ પહેલી વાર 4.01 ટકા પર પહોંચ્યા છે. ગઈકાલે ડાઓ 5 પોઈન્ટ જેટલો વધ્યો હતો, તો S&P 500માં 19 પોઈન્ટ અને નાસ્ડેકમાં 76 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. આ સાથે જ આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે.
આ વચ્ચે આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 44.00 અંકનો ઘટાડો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ આશરે 20.84 ટકા ઘટાડાની સાથે 27,495.69 કારોબાર કરી રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.43 ટકાનો મામૂલી વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.07 ટકા ઘટીને 15,588.14 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.82 ટકાના વધારાની સાથે 20,451.64 ના સ્તર પર નજર આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.90 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.15 ટકાના વધારાની સાથે 3,317.30 ના સ્તર પર દેખાય રહ્યા છે.