ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો દેખાય રહ્યા છે. SGX NIFTYમાં પોણા ટકાનો ઉછાળો જોવાને મળી રહ્યો છે. એશિયામાં ફ્લેટ કારોબાર દેખાય રહ્યો છે. મોંઘવારી દરના આંકડા પહેલા આજે અમેરિકી ફ્યૂચર્સમાં મામુલી દબાણ છે. જો કે ગઈકાલે US માર્કેટ મજબૂતી સાથે બંધ થયા હતા.
આજે આવનારા મોંઘવારીના આંકડા તરફથી રાહત મળી શકે એવી આશા.. ગઈકાલે અમેરિકાના બજારમાં તેજી જોવા મળી હતી. નવેમ્બરના 7.1 ટકાની મોંઘવારી સામે 6.5 ટકા આવી શકે એવી આશા છે જેના કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદ્વરની ગતિ ધીમી પડવાનો અંદાજ છે. આ કારણે કાલે તેજી જોવા મળી હતી. ગઈકાલે ડાઓ 270 પોઈન્ટ જેટલો વધ્યો હતો તો s&p 500માં સવા એક ટકા અને નાસ્ડેકમાં પોણા બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જો કે આજે સવારે ડાઓ ફયુચર્સમાં સામાન્ય દબાણ છે.