અમેરિકાના ફેડની મિનિટ્સને બજારે પચાવી. એશિયા બજાર અને SGX નિફ્ટી લીલા નિશાનમાં દેખાયા. કાલે અમેરિકાના બજારો પણ તેજી સાથે થયા બંધ. ફેડે કહ્યું મોંઘવારી સામે લડાઈ ચાલુ રહેશે. આગળ પણ વ્યાજદર વધારતા રહીશું.
ગઈકાલે જાહેર થયેલી ફેડની મિનિટ્સ બાદ અમેરિકાના બજારો વધીને બંધ થયા હતા. પરંતુ આખો દિવસ બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા અને દિવસના ઈન્ટ્રાડે હાઈથી બજાર નીચેના સ્તર બંધ થયા હતા. ગઈકાલે ફેડની મિનિટ્સ જાહેર થઈ હતી જેમાં જણાવ્યું હતું કે ફેડ મોંઘવારીને દામવા માટે વ્યાજદર વધારો કરવા માગે છે પરંતુ ગ્રોથને અસર નહીં થાય તે રીતે તબક્કાવાર તેઓ આ વ્યાજદર વધારો કરવા માગે છે. ગઈકાલે ડાઓ અડધા ટકા જેટલો તો S&P 500 અને નાસ્ડેક પોણા ટકાની નજીક વધીને બંધ થયા હતા. આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો હતો.
ભારતીય સમયાનુસાર બુધવાર મોડી રાત્રે FOMC મિનટ્સ રજુ થયા. તેમાં દરોમાં વધારાના સંકેત આપવામાં આવ્યા છે. US FED એ કહ્યુ કે દરોમાં વધારો આગળ પણ ચાલુ રહેશે. ફેડે કહ્યુ કે આગળ પણ 0.50% દર વધી શકે છે. તેમણે સ્પષ્ટ રૂપથી કહ્યુ કે મોંઘવારી કાબૂમાં આવવા સુધી દર વધારશે. તેના સિવાય કાચા તેલની કિંમતોમાં લગાતાર બીજા દિવસે ઘટાડો જોવામાં આવી રહ્યો છે.
બ્રેંટ કાલે 5% ઘટીને બંધ થયા. બ્રેન્ટના ભાવ $78 ની નીચે લપસ્યા. કાલે બ્રેન્ટે $77.74 ના નિચલા સ્તર પહોંચ્યા. મંદીની આશંકાએ કાચા તેલ પર દબાણ બનાવ્યુ. જ્યારે માંગ ઘટવાની આશંકાથી પણ ક્રૂડમાં ઘટાડો આવ્યો છે. જ્યારે કોરોનાના કારણે ચીનને લઈને અનિશ્ચિતતા કાયમ છે.
બીજી તરફ COMEX પર સોનાના ભાવ 7 મહીનાની ઊંચાઈ પર પહોંચી ગયા છે. સોનાના ભાવ $1860 ની પાર પહોંચી ગયા છે. કાલે સોનાના ભાવ $1871.15 સુધી પહોંચી ગયા. જ્યારે MCX પર સોનાના ભાવ 56000 ની પાર પહોંચ્યા છે. કાલે MCX પર સોનાના ભાવ 56,010 સુધી પહોંચ્યા હતા. આ સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈથી નજીક 200 રૂપિયા દૂર છે.
તેના સિવાય હવે ડિસેમ્બરમાં લગાતાર બીજા મહીને US મૈન્યુફેક્ચરિંગ PMI માં ઘટાડો જોવાને મળ્યો. ડિસેમ્બરમાં US મૈન્યુફેક્ચરિંગ PMI ઘટીને 48.4 ના સ્તર પર પહોંચી ગયા. જ્યારે નવેમ્બરમાં US મૈન્યુફેક્ચરિંગ PMI 49 પર હતો.