ગ્લોબલ માર્કેટ તરફથી પોઝિટીવ સંકેતો, એશિયામાં મજબૂતી - positive signals from global markets strength in asia | Moneycontrol Gujarati
Get App

ગ્લોબલ માર્કેટ તરફથી પોઝિટીવ સંકેતો, એશિયામાં મજબૂતી

ગ્લોબલ માર્કેટથી પોઝિટીવ સંકેતો જોવા મળી રહ્યા છે. એશિયાના કારોબારમાં મજબૂતી દેખાય રહી છે.

અપડેટેડ 12:34:05 PM Jan 11, 2023 પર
Story continues below Advertisement

ગ્લોબલ માર્કેટથી પોઝિટીવ સંકેતો જોવા મળી રહ્યા છે. એશિયાના કારોબારમાં મજબૂતી દેખાય રહી છે. SGX NIFTYમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલે અમેરિકી બજાર સારી રિકવરી સાથે બંધ થયા હતા. મોંઘવારી ઘટવા અને બેન્કો તરફથી સારા પરિણામની આશાએ વધ્યુ જોશ. ફેડ ચેરમેન જેરૉમ પૉવેલે કહ્યું, મોંઘવારી પર નિયંત્રણ માટે દરેક સંભવ પગલાં ભરીશું.

ગઈકાલે સ્વીડીશ સેન્ટ્રલ બેન્કની ફોરમાં સંબોધન દરમિયાન જેરોમ પોવેલ ફેડ પૉલિસી વિશે કંઈ ન બોલતા અમેરિકાના બજારોમાં આશા જાગી હતી અને ગઈકાલે બજારોમાં તેજી જોવા મળી હતી. ગઈકાલના ઉછાળામાં ટેક્નોલોજી શેર્સનું સારું યોગદાન જોવા મળ્યું હતું. ગઈકાલે જેરોમ પોવેલે જણાવ્યું હતું કે મોંઘવારી સામે લડવામાં સેન્ટ્રલ બેન્કોનું સ્વતંત્ર હોવું ઘણું મહત્વનું છે.

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

આવતી કાલે અમેરિકાના ડિસેમ્બરના મોંઘવારીના આંકડા આવવાના છે જેના પર હવે બજારની નજર છે. જોકે ગઈકાલે ડાઓ અડધો ટકો S&p 500 લગભગ પોણા ટકો અને નાસ્ડેક એક ટકા જેટલો ઉછળીને બંધ થયા હતા. આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં પણ સામાન્ય મજબૂતી જોવા મળી હતી.

સ્વીડનમાં ગઈકાલે US ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કિંમતોમાં અસ્થિરતા અને સેન્ટ્રલ બેન્કની સ્વતંત્રતા વિશે વાત કરી હતી. જેરોમ પૉવેલે કહ્યુ કે કિંમતોમાં સ્થિરતા સારા અર્થતંત્રનું પીઠબળ છે. મોંઘવારી વખતે કિંમતો સ્થિર રાખવા અપ્રિય પગલા લેવા પડે છે. નિર્ણયો પર કોઈનું નિયંત્રણ ન હોય તો અમે જરૂરી પગલા લઈ શકીએ. આપણાં સંવિધાનિક હેતુ અને સત્તાને વળગી રહેવું જરૂરી છે. સંવિધાનિક આદેશ વગર નવા હેતુઓ નક્કી થાય તો આપણી સ્વંતત્રતા હણાય છે. બેન્ક રેગ્યુલેશનમાં ફેડ પાસે ઘણી સ્વતંત્રતા છે.

આજે એશિયાઈ બજારોમાં તેજી જોવાને મળી રહી છે. SGX NIFTY 2 અંકોના મામૂલી ઘટાડાની સાથે સપાટ દેખાય રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.10 ટકાના વધારાની સાથે 26,464.24 ની આસપાસ દેખાય રહ્યા છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.21 ટકાની તેજી જોવામાં આવી રહી છે. જ્યારે, તાઈવાનના બજાર 0.15 ટકાની નબળાઈની સાથે 14780.43 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.82 ટકાના વધારાની સાથે 21505.74 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.16 ટકાની મજબૂતી દેખાય રહી છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.02 ટકાના મામૂલી ઘટાડાની સાથે 3,169.02 ના સ્તર પર દેખાય રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 11, 2023 8:25 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.