બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ડાઓ અને S&P 500એ આ વર્ષની તેજી ગુમાવી

ના રોજ પ્રકાશિત Tue, 25, 2020 પર 08:09  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસનો સંકટ વધવાથી US માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ડાઓમાં 2 વર્ષનો સૌથી મોટો ઘટાડો, 1031 પોઇન્ટ નીચે રહ્યો છે. S&P 500 અને નાસ્ડેકમાં પણ 3 ટકાથી વધુનો ઘટાડો થયો છે. ચીન બહાર કોરોના વાયરસ ફેલાવવાથી વધી ચિંતા છે. ગ્લોબલ ઇકોનોમિમાં સ્લોડાઉનની આશંકાથી બજારમાં દબાણ જોવા મળ્યું છે.


ડાઓ અને S&P 500એ આ વર્ષની તેજી ગુમાવી છે. મોટી ટેક કંપનીઓ પર સૌથી વધુ અસર જોવા મળ્યું છે. એપ્પલ, ફેશબુક, એમેઝોન, માઇક્રોસોફ્ટને મોટો ઝટકો મળ્યો છે. Mastercardએ આવક ઘટવાની ચેતવણી આપી, શેરમાં 3 ટકાનો ઘટાડો થયો છે. USના એરલાઇન શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં અત્યાર સુધી 2,663 લોકોના મોત, 77,658 લોકો અસરગ્રસ્ત થયા છે.


ચીનમાં 508 નવા કેસ સામે આવ્યા છે. ઇટલીમાં 7 લોકોના મોત, દર્દીઓની સંખ્યા 220ને પાર થયા છે. ઇરાનમાં 12 લોકોના મૃત્યુ, 61 અસરગ્રસ્ત થયા છે. 30 દેશોમાં કોરોના વાયરસ ફેલાયો છે. ચીનના આંકડાઓ પર WHOએ પ્રશ્ન ઉઠાવ્યા છે. ચીને નવા કેસમાં તેજીમાં ઘટાડાની વાત કહી છે.