બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

ડાઓમાં ત્રીજા દિવસે ઘટાડો, રેકોર્ડ ઉંચાઇ પર

ના રોજ પ્રકાશિત Wed, 19, 2020 પર 08:09  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઇકાલે US માર્કેટ મિશ્ર સાથે બંધ થયો હતો. ડાઓમાં ત્રીજા દિવસે ઘટાડો, રેકોર્ડ ઉંચાઇ પર નાસ્ડેક રહ્યો હતો. Teslaમાં 7 ટકાના જોરદાર ઉછાળાથી નાસ્ડેકને ટેકો છે. USની ચિંતા કોરોના વાયરસથી વધી છે. એપ્પલની ચેતવણીથી ડાઓમાં ઘટાડો જોવા મળ્યો છે.


FOMC બેઠકના મિનટ્સ જાહેર થશે. એપ્પલને આવક લક્ષ્ય પ્રાપ્ત કરવાની આશા નહી. કોરોના વાયરસથી એપ્પલના કારોબાર પર અસર જોવા મળી રહી છે. માર્ચ ત્રિમાસીક માટે $63 થી 67 અબજ આવક લક્ષ્ય છે. ચીનમાં દર્દીઓની સંખ્યા 73 હજારને પાર છે. હુબેઇમાં ગઇકાલે 132 લોકોના મૃત્યુ થયા છે.


હુબેઇમાં 1693 નવા કેસ સામે આવ્યા છે. હુબેઇમાં અત્યાર સુધી 1921 લોકોના મૃત્યુ થયા છે. સોનામાં ઉછાળો, કોમેક્સ પર ભાવ $1600ને પાર જોવા મળ્યો છે. લગભગ દોઢ મહિનામાં ઉંચાઇ પર કિંમત પહોંચી છે.