બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર મામૂલી વધારા પર બંધ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 08:05  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં ગઈ કાલે મિશ્ર કારોબાર રહ્યો છે. અમેરિકામાં એનર્જી સ્ટૉક્સના આધારે ડાઓમાં પા ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે ટેક્નૉલોજી શૅર્સમાં નરમાશ જોવા મળી હતી. એને લીધે નાસ્ડેક, એસએ 500માં સામાન્ય તેજી રહી હતી.


ગ્લોબલ ભંડારમાં ઘટાડાના સંકેતોને કારણે ક્રૂડની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો. અને બ્રેન્ટ ક્રૂડની કિંમત $55/bblના પાર જતી જોવા મળી. જ્યારે સોનાની ચમક ઘટી અને ભાવ $1320ની નીચે આવ્યા. સાથે જ એશિયાથી પણ મિશ્ર સંકેત મળી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટીમાં મામુલી ઘટાડો નોંધાયો.