બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજારોમાં ઠંડો કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 08:06  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઇકાલે અમેરિકી માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. ડાઓ જોન્સ અને એસએન્ડપીમાં સામાન્ય દબાણ રહ્યું જ્યારે ટેક્નોલોજી શૅર્સમાં ખરીદીને કારણે નાસ્ડેકમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો. આવતા સપ્તાહે યોજાનાર ફેડની બેઠક પર હવે રોકાણકારોની નજર છે સાથે જ રોકાણકારો નવા ટેક્સ કાયદાની મિનીટ્સની પણ રાહ જોઇ રહ્યાં છે.

અમેરિકી માર્કેટની સાથે યુરોપિય માર્કેટમાં પણ મિશ્ર કારોબાર રહ્યો અને ગ્લોબલ માર્કેટ તરફથી મળી રહેલા નરમ સંકેતો વચ્ચે એશિયાઈ માર્કેટની શરૂઆત સામાન્ય ઉતાર-ચઢાવ સાથે રહી જ્યારે એસજીએક્સ નિફ્ટીની ફ્લેટ ઓપનિંગ જોવા મળી. સાથે જ કાચા તેલમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ભાવમાં લગભગ 3 ટકાના ઘટાડા સાથે બ્રેન્ટ $61 પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું છે. તે સાથે સોનામાં સતત દબાણ જોવા મળી રહ્યું છે અને કિંમતો 2 મહિનાના નીચલા સ્તરની નજીક છે.