બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર: નવા શિખર પર પહોંચ્યા ડાઓ જોંસ

ના રોજ પ્રકાશિત Thu, 25, 2018 પર 08:00  |  સ્ત્રોત : CNBC-Bajar

બુધવારના કારોબારી સત્રમાં અમેરિકી બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળ્યો છે. ડાઓ જોંસ નવા શિખર પર પહોંચવામાં કામયાબ રહ્યા, પરંતુ નાસ્ડેકમાં ઘટાડો જોવાને મળ્યો છે. ટેક શેરોમાં ઘટાડાથી નાસ્ડેક પર દબાણ દેખાણુ.

ડાઓ જોંસ 41.3 અંક એટલે કે 0.15 ટકાના વધારાની સાથે 26252.1 ના સ્તર પર બંધ થયા છે. જો કે નાસ્ડેક 45.2 અંક એટલે કે 0.6 ટકા ઘટીને 7415 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એસએન્ડપી 500 ઈન્ડેક્સ મામૂલી ઘટાડાની સાથે 2837.5 ના સ્તર પર સપાટ થઈને બંધ થયા છે.


XM.com ઓસ્ટ્રેલિયાના સીઈઓ પિટર મેક્વાયરનું કહેવુ છે કે ડૉલરમાં ઘટાડો અને સપ્લાઇ ઇશ્યૂ પગલે ક્રૂડમાં તેજી છે. ડોલરમાં સતત ઘટાડો થતા ક્રુડ તેલના ભાવ વધવા લાગ્યા છે. જાન્યુઆરીમાં ક્રૂડમાં $71ના સ્તર જોવા મળી શકે. ક્રુડ 71 ડોલરથી વધીને 73 ડોલર સુધી જઈ શકે છે.


સોનામાં છેલ્લા બે મહિનામાં વધારો જોવા મળ્યો છે. ભારતિય બજાર પર ગ્લૉબલ માર્કેટની અસર છે. સોનામાં 1400 ડોલરના ભાવ જોવા મળી શકે. ટ્રમ્પનો એજન્ડા US ઇકોનૉમીને અસર પહોંચાડશે. ભારતમાં કાચા માલનો વપરાશ અન્ય દેશ કરતા વધુ છે. ક્રુડના વધતા ભાવની ઈક્વિટી પર આંશિક અસર જોવા મળી શકે. આપણે ફરીથી 70 અને 80 દાયકામાં જઈ શકીએ નહિ, સોના, તેલના ભાવ સારા હતા. IMF જેવી મોટી સંસ્થા પણ ભારતના ગુણગાન ગાઈ રહી છે.