બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર: ડાઓ જોંસમાં 1175 અંકોનો ભારી ઘટાડો

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 08:50  |  સ્ત્રોત : CNBC-Bajar

મોંઘવારી બૉન્ડ યીલ્ડને રોકાણકારોની નીંદ ઉડાડી દીધી છે. અમેરિકામાં બૉન્ડ યીલ્ડ 2.88 ટકા સુધી પહોંચી ગઈ છે. જ્યારે, અમેરિકી બજારોમાં 6 વર્ષની સૌથી મોટો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. અમેરિકી બજાર પોતાના શિખરથી 7 ટકાથી વધારે ઘટી ચુક્યા છે.

સોમવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 1175.2 અંક એટલે કે 4.6 ટકાના ભારી ઘટાડાની સાથે 24345.75 ના સ્તર પર બંધ થયા છે. એક સમય ડાઓ જોંસ 1500 અંક તૂટી ગયા હતા. જ્યારે એસએન્ડપી 500 ઈન્ડેક્સ 113.2 અંક એટલે કે 4.1 ટકા ઘટીને 2649 ના સ્તર પર બંધ થયા છે. સાથે જ નાસ્ડેક 273.4 અંક એટલે કે 3.8 ટકાની નબળાઈની સાથે 6967.5 ના સ્તર પર બંધ થયા છે.