બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજાર: ડાઓ ઘટ્યો, નાસ્ડેકમાં તેજી

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 08:11  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકામાં નવી નોકરીઓનો ઉત્સાહ ઠંડો પડતો જોવામાં આવી રહ્યો છે. અમેરિકી બજારમાં ટ્રંપના ટ્રેડ વૉરની ચિંતા વધતી દેખાય રહી છે. ટ્રેડ વૉર વધવાની ચિંતાથી અમેરિકી બજારમાં દબાણ જોવાને મળ્યું છે. આ સપ્તાહે ટ્રેડ વૉર અને તેજ થવાની આશંકા છે. જ્યારે આવતા સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠક છે જેમાં વ્યાજ દર વધી શકે છે.

સોમવારના કારોબારી સત્રમાં ડાઓ જોંસ 157 અંક એટલે કે 0.6 ટકા ઘટીને 25178.6 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એસએન્ડપી 500 ઈન્ડેક્સ 0.15 ટકાની નબળાઈની સાથે 2783 ના સ્તર પર બંધ થયા છે. જો કે નાસ્ડેક 27.5 અંક એટલે કે 0.4 ટકા ઉછળીને 7588.3 ના સ્તર પર બંધ થયો છે.