બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

એશિયા નબળું, એસજીએક્સ નિફ્ટી પર દબાણ ગઈકાલે યુએસ માર્કેટમાં પ્રેસિડન્ટ ડે પર બંધ

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 08:10  |  સ્ત્રોત : CNBC-Bajar

US માર્કેટ સોમવારે બંધ હતા. US માર્કેટ પ્રેસિડન્ટ ડે નિમિત્તે બંધ હતા. ચીનમાં અત્યાર સુધી 1,868 લોકોના મૃત્યુ થઇ છે. ચીનમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા 72,436 પહોંચી. હુબેઇમા ગઇકાલે 93 લોકોના મોત થઇ છે. હુબેઇમાં 1.807 નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં પેરાસિટેમોલના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. કોરોના વાયરસ પર FMની આજે બેઠક છે.


એશિયામાં ઘટાડો જોવા મલી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 308 અંક એટલે કે 2.57 ટકાના નબળાઈ સાથે 11,679 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. તો નિક્કી 218.71 અંક એટલે કે 0.94 ટકાની નબળાઇ સાથે 22,986.47 ના સ્તરે જોવા મળે છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 0.80 ટકાની નબળાઇ જોવા મળી છે.


તાઇવાનનું બજાર પણ 1.40 ટકા ઘટીને 11,334.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જો કે, હેંગસેંગ 0.29 ટકાના વધારા સાથે 26,387.98 પર જોવા મળી રહી છે. તો કોસ્પીમાં 0.08 ટકાની નબળાઇ જોવા મળી રહી છે. તો શાંઘાઈ કમ્પોઝિટમાં 7.23 ટકાનો ઘટાડો 2,761.23 ના સ્તરે દેખાઈ રહ્યો છે.