Corona Entry: ગુજરાતમાં આ જિલ્લામાં નોંધાયો કોરોનાનો કેસ, તંત્ર થયું દોડતુ | Moneycontrol Gujarati
Get App

Corona Entry: ગુજરાતમાં આ જિલ્લામાં નોંધાયો કોરોનાનો કેસ, તંત્ર થયું દોડતુ

Corona Entry: ફરી એકવાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે કોરોનાનો ખતરો, વલસાડ જિલ્લામાં કોરોનાનો કેસ નોંધાતા સરકારી તંત્ર દોડતું થયું

અપડેટેડ 01:56:29 PM Nov 03, 2023 પર
Story continues below Advertisement
Corona Entry: ગુજરાતના વલસાડમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઇ છે.

Corona Entry: ડબલ સિઝનના કારણે હાલ મોટા ભાગના લોકોને ખાંસી-ઉધરસની તકલીફ થઈ રહી છે. જોકે, જો આ તકલીફ સતત લાંબી ચાલે અને વધારે તકલીફ જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી. કારણકે, કોરોના પણ ફરી સક્રિય થયો છે. ગુજરાતના વલસાડમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઇ છે. મળતી જાણકારી અનુસાર, વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લામાં કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સાબદું જાગ્યું છે... વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

દર્દીને સારવાર માટે પ્રથમ વલસાડની કસ્તુરબા હોસ્પિટલ અને ત્યાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. વલસાડ સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિના બાદ કોરોના પોઝિટિવ દર્દી દાખલ થતા સિવિલ હોસ્પિટલ અને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.બીજી તરફ રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે, ફરી એકવાર શહેરમાં ઠેર ઠેર ડેન્ગ્યૂથી લઇને ચિકનગુનિયા અને વાયરલ ફિવરના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. ગયા છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળાની સ્થિતિમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે, જેના લીધે તંત્રની ઊંઘ ઉડી ગઇ છે.

આ પણ વાંચો - Call Forwarding Scam: ઓનલાઈન ઓર્ડર લેતા પહેલા ધ્યાન રાખજો, નહીંતર થઈ શકે છે છેતરપિંડી, જાણી લો આ યુવતીની સ્ટોરી


MoneyControl News

MoneyControl News

First Published: Nov 03, 2023 1:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.