બિટકોઈન નેટવર્ક ફંડામેન્ટલ્સ હાલના સમયમાં બિટકોઈનનાં ભાવ ઘટાડાની અવગણના કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી બિટકોઈનના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ બિટકોઈન નેટવર્કમાં ડિફિકલ્ટી રેટ ઓલ-ટાઈમ હાઈ છે અને હેશ રેટ બહુ પાછળ નથી.
બિટકોઈન નેટવર્ક ફંડામેન્ટલ્સ હાલના સમયમાં બિટકોઈનનાં ભાવ ઘટાડાની અવગણના કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી બિટકોઈનના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ બિટકોઈન નેટવર્કમાં ડિફિકલ્ટી રેટ ઓલ-ટાઈમ હાઈ છે અને હેશ રેટ બહુ પાછળ નથી.
વિવિધ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ૨૨ ઓગસ્ટનાં રોજ જ ડિફિકલ્ટી રેટ વધીને ૬.૧૭ ટકાના સ્તરે પહોંચ્યો હતો. આ વર્ષે ક્રિપ્ટોકરન્સી બજારમાં સૌથી વધુ ડિફિકલ્ટીમાં બિટકોઈન છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. ડિફિકલ્ટી એ માઈનર વચ્ચેની સ્પર્ધા અને બિટકોઈન નેટવર્ક સિક્યોરિટીનું પ્રતિબિંબ છે. તાજેતરમાં જ બિટકોઈનમાં ડિફિકલ્ટી ૫૬ લાખ કરોડના સ્તરે પહેલી વખત પહોંચી હતી.
બીજી બાજુ હેશ રેટ એ બિટકોઈનમાં કોન્ફીડન્સ સૂચવી રહ્યો છે. તેથી આગામી સમયમાં બિટકોઈનમાં તેજી જોવા મળી શકે છે. અમૂક નિષ્ણાતોનું કહેવુ છે કે બિટકોઈનમાં ‘વી-શેપ’ રિકવરી આવશે અને ભાવ વધશે કારણ કે રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (આરએસઆઈ) પાંચ વર્ષની નીચી સપાટીએ છે. તાજેતરમાં જ હેશરેટ પણ પ્રતિ સેકેન્ડ ૪૦૦થી અધિક એક્સાહેશિસ (EH/s) ના સ્તરે પહોંચ્યો હતો.
છેલ્લા એક સપ્તાહના ઘટાડા બાદ બિટકોઈનમાં નીચા મથાળે લેવાલી ગુરુવારે જોવા મળી છે. ગુરુવારે બપોરે એક વાગ્યા સુધીમાં જ બિટકોઈન દોઢ ટકા ઉપર હતો. જો આગામી ૪૮ કલાક સુધી બિટકોઈનમાં સ્થિર લેવાલી થતી રહે તો બિટકોઈન ફરી ૨૮ ડૉલરના સ્તરને પાર કરી શકે છે. જ્યારે પણ બિટકોઈન ૨૮ હજાર ડૉલરની ઉપર પહોંચે ત્યારે ટ્રેડર્સ પ્રોફિટ બુકિંગ કરીને ૨૬ હજાર ડૉલરના સ્તરે પહોંચાડી દેતા હોય છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.