AQI: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા જારી કરાયેલા દૈનિક બુલેટિનમાં ભારતના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ દૈનિક બુલેટિન અનુસાર, સોમવારે ભારતમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ ધરાવતું શહેર ઉત્તર પ્રદેશનું મેરઠ હતું. સોમવારે, મેરઠનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 382 પર માપવામાં આવ્યો હતો. આ 'વેરી બેડ' કેટેગરીમાં આવે છે. બુલેટિન 23 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યા સુધી 229 ભારતીય શહેરોની 24 કલાકની સરેરાશના આધારે AQI આપે છે. મેરઠ બાદ સૌથી ખરાબ હવા ગ્રેટર નોઈડામાં હતી. જ્યાં AQI 299 હતો, જે "નબળી" શ્રેણીમાં આવે છે. માહિતી અનુસાર, સોમવારે રાજસ્થાનનું ભરતપુર AQI 280 સાથે ભારતનું ત્રીજું સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું.