Cricket World Cup 2023 Pak vs SL: પાકિસ્તાન- શ્રીલંકાની વચ્ચે આજે થશે ટક્કર, જાણો મેચથી જોડાયેલી દરેક જરૂરી અપડેટ | Moneycontrol Gujarati
Get App

Cricket World Cup 2023 Pak vs SL: પાકિસ્તાન- શ્રીલંકાની વચ્ચે આજે થશે ટક્કર, જાણો મેચથી જોડાયેલી દરેક જરૂરી અપડેટ

ODI World Cup 2023 Today Match: 10 ઑક્ટોબરના એટલે કે આજે પાકિસ્તાન અને શ્રીલંકાની ટક્કર થવા જઈ રહી છે. બન્ને ટીમોનો મુકાબલો રાજીવ ગાંધી સ્ટેડિયમ હૈદરાબાદમાં થશે. આ ODI માં પાકિસ્તાન અને શ્રીલંકાનો આ બીજો મેચ હશે. એક તરફ પાકિસ્તાન નેધરલેંડને માત આપીને હજુ પોઈન્ટ ટેબલ પર ટૉપ ટીમોમાં સામેલ છે. ત્યારે શ્રીલંકાને પોતાના પહેલા મેચમાં કરારી હાર મળી. બન્ને ટીમોના આ ODI વર્લ્ડ કપમાં સામ-સામે પહેલો મુકાબલો છે. જાણો પ્લેઈંગ ઈલેવનમાં કેટલો કરવામાં આવ્યો છે બદલાવ-

અપડેટેડ 08:44:09 AM Oct 10, 2023 પર
Story continues below Advertisement
ODI World Cup 2023 Today Match: 10 ઑક્ટોબરના એટલે કે આજે પાકિસ્તાન અને શ્રીલંકાની ટક્કર થવા જઈ રહી છે. બન્ને ટીમોનો મુકાબલો રાજીવ ગાંધી સ્ટેડિયમ હૈદરાબાદમાં થશે.

Cricket World Cup 2023 Pak vs SL: ICC વર્લ્ડ કપ 2023 ની શરૂઆત 5 ઑક્ટોબરના અમદાવાદ સ્ટેડિયમમાં ઈંગ્લેંડ વર્સિસ ન્યૂઝિલેન્ડની ટક્કરથી શરૂ થયો. આ ક્રિકેટના મહાકુંભમાં 46 દિવસોમાં 48 મેચ થશે. 10 ટીમ 10 ક્રિકેટ ગ્રાઉંડ્સમાં વર્લ્ડ કપની ટ્રૉફીને પોતાના નામે કરવાની કોશિશ કરશે. પહેલીવાર ભારતને વર્લ્ડકપની હોસ્ટીંગ કરવાની તક મળી રહી છે જ્યારે તેની પહેલા ચાર વાર તે બીજા દેશોની સાથે મળીને 1987, 1996 અને 2011 ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપની સંયુક્ત હોસ્ટિંગ કરી ચુકી છે. 10 ઑક્ટોબરના હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકાની ટક્કર થવા જઈ રહી છે. જાણો આ વર્લ્ડ કપમાં કઈ ટીમનું પલડુ ભારી.

પાકિસ્તાન અને શ્રીલંકા માંથી કઈ ટીમનું પલડુ ભારી

પાકિસ્તાન સમગ્ર કૉન્ફિડેંસની સાથે આજે મેચમાં ઉતરશે. નેધરલેંડની સાથે ટક્કર કરી આવી રહેલા પાકિસ્તાનની ટીમને પહેલો ODI મેચ પોતાના નામે કર્યો હતો. પાકિસ્તાને નેધરલેન્ડને 287 રનોનું લક્ષ્ય આપ્યુ હતુ. જ્યારે લક્ષ્યની પાછળ કરતા ડટ ટીમને 41 ઑવર્સમાં જ 205 રનો પર જ હારી ગઈ. ટીમના સ્પીડ બોલર અને મોહમ્મદ રિઝવાન જેવા ખેલાડી મેચ પલટવાની ક્ષમતા રાખે છે. પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનને નેધરલેંડની વિરૂદ્ઘ ઘણુ સારૂ પ્રદર્શન દેખાડ્યુ હતુ. જ્યારે બીજી તરફ શ્રીલંકાને સાઉથ આફ્રીકાની ટીમના હાથે પહેલા મેચમાં હારનો સામનો કરવો પડ્યો. પહેલા બેટિંગ કરતા ટેંબા બાવૂમાની ટીમે 429 રનોનું લક્ષ્ય આપ્યુ. જ્યારે શ્રીલંકા 44.4 ઓવર્સમાં 3265 રન બનાવીને જ હારી ગઈ. ટીમના મનોબળને બનાવી રાખવા માટે શ્રીલંકા માટે આ મેચ જીતવો ખુબ જ જરૂરી છે.


હેડ ટૂ હેડ રેકૉર્ડ

પાકિસ્તાન અને શ્રીલંકાની ટિમોની ટક્કર હાલમાં જ આયોજિત થયેલ એશિયા કપમાં થઈ હતી. શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી હતી. બન્ને ટીમો અત્યાર સુધી ODI માં 156 વાર સામ-સામે આવી છે. જેમાંથી 92 વાર પાકિસ્તાન અને 59 વાર શ્રીલંકાની જીત થઈ છે અને એક મેચ ટાઈ રહી. શ્રીલંકા અને પાકિસ્તાને એક-એક વાર ODI World Cup જીત્યુ છે. બન્ને ટીમ આ ODI માં પહેલા એક-એક વાર રમી ચુકી છે. પાકિસ્તાનનો પહેલો મુકાબલો નેધરલેંડની સાથે હતો અને શ્રીલંકાનો પહેલો ODI વર્લ્ડ કપ મેચમાં સાઉથ આફ્રિકાના હાથો હારનો સામનો કરવો પડ્યો.

રાજીવ ગાંધી સ્ટેડિયમની પિચ રિપોર્ટ

રાજીવ ગાંધી સ્ટેડિયમ હૈદરાબાદની પિચ ઘણી ફ્લેટ છે એવામાં આ પિચ પર રન બનાવામાં ઘણી મદદ મળવાની છે. સ્પિનર્સને આ પિચ પર ઘણી મદદ મળશે. ટૉસ જીતને પહેલા બોલિંગ કરવી જ પિચના હિસાબથી સારૂ રહેશે. ત્યાર બાદમાં બેટ્સમેનને પિચ સમજવામાં મુશ્કેલી નહીં થાય.

બન્ને ટીમોના પ્લેઈંગ ઈલેવન

પાકિસ્તાન: ફખર જમાન, ઈમામ ઈલ હક, બાબર આજમ (કેપ્ટન), મોહમ્મદ રિજવાન, સલમાન અલી આધા, ઈફ્તિખાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન અફરીદી અને હેરિસ રઉફ.

શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેંડિસ (વિકેટકીપર), સદીરા સમરવિક્રમા, ચૈરિથ અસલાંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), ડુનિથ વેલાલેજ, મથીશા પથિરાના, દિલશાન મદુશંકા અને કસુન રાજિથા.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 10, 2023 8:44 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.