crypto News: છેલ્લા એક અઠવાડિયાથી ક્રિપ્ટોકરન્સી બજારમાં ઘટાડો કેમ? | Moneycontrol Gujarati
Get App

crypto News: છેલ્લા એક અઠવાડિયાથી ક્રિપ્ટોકરન્સી બજારમાં ઘટાડો કેમ?

છેલ્લા એક અઠવાડિયાથી ક્રિપ્ટોકરન્સી બજારમાં વેચવાલીનું દબાણ વધ્યું છે. ૧૪ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ દરમિયાન માર્કેટ કેપિટલાઈઝેશન ૧૦ ટકા જેટલુ ઘટીને ૧.૦૪ લાખ કરોડ ડૉલરની બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યુ હતું. આ ઘટાડાને લીધે ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ્સમાં લિક્વિડેશન વધ્યુ હતું. ફ્યૂચર્સ માર્કેટમાં આવુ ચિત્ર નવેમ્બર ૨૦૨૨માં જોવા મળ્યુ હતું જ્યારે એફટીએક્સનો પસ્ત થયો હતો.

અપડેટેડ 04:19:32 PM Aug 24, 2023 પર
Story continues below Advertisement

છેલ્લા એક અઠવાડિયાથી ક્રિપ્ટોકરન્સી બજારમાં વેચવાલીનું દબાણ વધ્યું છે. ૧૪ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ દરમિયાન માર્કેટ કેપિટલાઈઝેશન ૧૦ ટકા જેટલુ ઘટીને ૧.૦૪ લાખ કરોડ ડૉલરની બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યુ હતું. આ ઘટાડાને લીધે ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ્સમાં લિક્વિડેશન વધ્યુ હતું. ફ્યૂચર્સ માર્કેટમાં આવુ ચિત્ર નવેમ્બર ૨૦૨૨માં જોવા મળ્યુ હતું જ્યારે એફટીએક્સનો પસ્ત થયો હતો.

ક્રિપ્ટો બજારમાં ઘટાડો થવા માટે વિવિધ આર્થિક પરિબળો જવાબદાર છે. અમેરિકામાં વ્યાજ દર પાંચ ટકાની ઉપર છે અને ફુગાવો પણ બે ટકાથી વધુ રહેવાનો અંદાજ છે. ધિરાણ ખર્ચમાં વધારો થવાથી લોકોની ખર્ચ શક્તિ ઘટી છે જેના લીધે અર્થતંત્રનો વિકાસ ધીમો પડ્યો છે. આમ બચત માટે ઓછા નાણા હોવાથી લોકો રોકાણ પણ વધુ કરી શકતા નથી. જેથી ક્રિપ્ટો બજારમાં નવા નાણા પ્રવાહમાં ઘટાડો થયો છે.

ઉપરાંત અમેરિકામાં ફુગાવો આવતા વર્ષે ૩.૬ ટકાના સ્તરે રહેવાનો અંદાજ છે તેથી વર્તમાન કપરી પરિસ્થિતિ આ વિકસિત દેશમાં લાંબા સમય સુધી રહેવાની છે. આગામી મહિનાઓમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર યથાવત્ રાખશે અને વધારો કરશે. સામાન્ય રીતે અન્ય દેશોની કેન્દ્રિય બૅન્કો પણ ફેડરલ રિઝર્વનાં નિર્ણયને અનુસરતા હોય છે. વ્યાજ દરમાં વધારો થશે તો રોકાણકારો ફિક્સ્ડ-ઈનકમ રોકાણને પ્રાધાન્ય આપશે અને ક્રિપ્ટોને અવગણશે.


આંતરરાષ્ટ્રીય ધોરણે ક્રિપ્ટો રોકાણકારો સ્પોટ બિટકોઈન એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ઈટીએફ)ની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ યુનાઈટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) આ બાબતે નિર્ણય લેવાનું સતત ટાળી રહ્યા છે કારણ કે તેમને રોકાણકારોના હિતની ચિંતા છે. વિદેશી એક્સચેન્જે જે સ્ટેબલકોઈન્સનો ઉપયોગ કરશે તેની વિશ્વસનિયતા સામે પણ પ્રશ્નો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 24, 2023 4:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.