Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે ધીમો ટ્રેન્ડ, ટૉપ-10 કોઈપણ ક્રિપ્ટોમાં 1 ટકાથી વધુ હિલચાલ નથી | Moneycontrol Gujarati
Get App

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે ધીમો ટ્રેન્ડ, ટૉપ-10 કોઈપણ ક્રિપ્ટોમાં 1 ટકાથી વધુ હિલચાલ નથી

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે ખૂબ જ સુસ્ત વલણ છે. માર્કેટ કેપના અનુસાર ટૉપ-10 માંથી માત્ર બે ક્રિપ્ટો રેડ ઝોનમાં છે. જોકે ટૉપ-10 કોઈપણ ક્રિપ્ટોમાં એક ટકાથી વધુ હિલચાલ નથી. જ્યારે, માર્કેટ કેપ અનુસાર જે સૌથી મોટા ક્રિપ્ટો બિટકોઇન (Bitcoin)ની વાત કરે તો તેમાં મામૂલી તેજી છે પરંતુ માર્કેટમાં સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો.

અપડેટેડ 07:32:30 PM Aug 29, 2023 પર
Story continues below Advertisement

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે ખૂબ જ સુસ્ત વલણ છે. માર્કેટ કેપના અનુસાર ટૉપ-10 માંથી માત્ર બે ક્રિપ્ટો રેડ ઝોનમાં છે. જોકે ટૉપ-10ના માત્ર બે ક્રિપ્ટો - સોલાના (Solana) અને ટ્રૉન (Tron) થી રેડ ઝોનમાં છે. જો કે ટૉપ-10 કોઈ પણ એક ટકાથી વધું હલચલ નથી. જ્યારે, માર્કેટ કેપ અનુસાર જે સૌથી મોટા ક્રિપ્ટો બિટકોઇન (Bitcoin)ની વાત કરે તો તેમાં મામૂલી તેજી છે અને ભાવ 26,000 ડૉલરના પાર પહોંચી ગઈ છે પરંતુ માર્કેટમાં સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો. એક બિટકૉઈન હવે 0.22 ટકાની તેજી સાથે 26,000.18 ડૉલર (21.51 લાખ રૂપિયા)ના ભાવ (Bitcoin Price)માં મળી રહી છે.

બીજો સૌથી મોટો ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum)ની ચમક અડધા ટકાથી થોડી ઓછી થઈ છે. પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક માર્કેટ કેપમાં 0.26 ટકાનો વધારો આવ્યો અને તે 1.05 લાખ કરોડ ડૉલર (86.88 લાખ રૂપિયા) પર પહોંચી હઈ છે.

વિકલી ત્રણ ક્રિપ્ટોમાં સારી તેજી


માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં વિકલી ત્રણમાં સારી તેજી છે. સાત દિવસમાં બીએનબી લગભગ 4 ટકા, ટ્રૉન લગભગ 2 ટકા અને કાર્ડાનો 1 ટકા મજબૂત થયો છે. જ્યારે બીજી તરફ એક સપ્તાહમાં સોલાના લગભગ 4 ટકા અને ઈથેરિયમ એક ટકાથી વધું નબળો થયો છે. આ દરમિયાન એક્સઆરપી, ડોઝકૉઈન અને બિટકૉઈનમાં અડધા ટકાથી ઓછા ટકાનો ઘટાડો થયો છે. ટેથર અને યૂએસડી કૉઈન લગભગ ફ્લેટ ભાવ પર રેડ ઝોનમાં છે.

ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ

ક્રિપ્ટો હાલના ભાવ 24 કલાકમાં ઉતાર-ચઢાવ
બિટકોઈન (Bitcoin) 26,000.18 ડોલર 0.22 ટકા
એથેરિયમ (Ethereum) 1,643.75 ડોલર 0.42 ટકા
ટેથર (Tether) 0.9994 ડોલર 0.01 ટકા
બીએનબી (BNB) 217.53 ડોલર 0.45 ટકા
યૂએસડી કૉઇન (USD Coin) 1.00 ડૉલર 0.01 ટકા
એક્સઆરપી (XRP) 0.5162 ડોલર 0.08 ટકા
સોલાના (Solana) 20.24 ડોલર (-)0.24 ટકા
ડૉજકૉઈન (Dogecoin) 0.06278 ડોલર 0.65 ટકા
કાર્ડાનો (Cardano) 0.2615 ડોલર 0.61 ટકા
ટ્રૉન (Tron) 0.07623 ડોલર (-)0.95 ટકા

સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે

ક્રિપ્ટો કરન્સીના લેણ-દેણમાં વધારો

છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં લેણ-દેણમાં વધારો આવ્યો છે. કૉઈન માર્કેટ કેપ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 2373 કરોડ ડોલર (1.96 લાખ કરોડ રુપિયા) ક્રિપ્ટોનો લેવા-દેવા થયો જે છેલ્લા દિવસની સરખામણીમાં 17.50 ટકા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં Bitcoinની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો અને હવે ક્રિપ્ટો બજારમાં તેની 48.35 ટકાની હિસ્સેદારી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 29, 2023 7:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.