EL Nino: વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) એ એક ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે અલ નીનો ઘટના ઓછામાં ઓછા એપ્રિલ 2024 સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે. અલ નીનોના કહેરથી હવામાનની પેટર્ન અને પાકના ઉત્પાદનને અસર થવાની સંભાવના છે. આ સિવાય જમીન અને દરિયાનું તાપમાન વધુ વધી શકે છે.
ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે અલ નીનો સ્થિતિ આવતા વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સિઝનને અસર કરે તેવી શક્યતા નથી. અલ નીનો ફાટી નીકળવાના સમયે મધ્ય પેસિફિક મહાસાગરમાં સપાટીના પાણી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે.
ડબ્લ્યુએચઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અલ નીનો ઘટના જુલાઈ-ઓગસ્ટ દરમિયાન ઝડપથી વિકસિત થઈ હતી અને સપ્ટેમ્બર સુધીમાં મધ્યમ સ્તરે પહોંચી ગઈ હતી. તે જ સમયે, તે નવેમ્બર 2023 થી જાન્યુઆરી 2024 સુધી મજબૂત ઘટના તરીકે તેની ટોચ પર પહોંચવાની અપેક્ષા છે.
અસાધારણ રીતે મજબૂત અલ નીનો અને આબોહવા પરિવર્તનના બેવડા મારને કારણે રેકોર્ડ પર અગાઉનું સૌથી ગરમ વર્ષ 2016 હતું. IMDએ કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી ચાર દિવસમાં દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.