ICC Cricket World Cup 2023 Points Table: પહેલા નંબર પર ભારતનો દબદબો યથાવત, સાઉથ આફ્રીકાએ સેમી ફાઈનલ માટે કરવી પડશે મહેનત | Moneycontrol Gujarati
Get App

ICC Cricket World Cup 2023 Points Table: પહેલા નંબર પર ભારતનો દબદબો યથાવત, સાઉથ આફ્રીકાએ સેમી ફાઈનલ માટે કરવી પડશે મહેનત

ICC Cricket World Cup 2023 Points Table: 5 ઓક્ટોબરે વર્લ્ડ કપની શરૂઆત અમદાવાદના સ્ટેડિયમથી થઈ હતી. ભારત પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે અને સાઉથ આફ્રિકા બીજા નંબરે પહોંચી ગયું છે. એક સમયે ટોચ પર રહેતું ન્યુઝીલેન્ડ હવે ચોથા સ્થાને આવી ગયું છે.

અપડેટેડ 09:17:16 AM Nov 06, 2023 પર
Story continues below Advertisement
05 નવેમ્બરના ભારત વર્સિસ સાઉથ આફ્રિકાના મેચ 243 રનોથી જીતીને પોઈન્ટ્સ ટેબલના ટૉપ પર પોતાનો પરચમ લહેરાવી દીધો છે.

ICC Cricket World Cup 2023 Points Table: આ વર્લ્ડ કપમાં કુલ 48 મેચ રમવામાં આવશે. 5 ઑક્ટોબરથી શરૂ થયેલ આ જીતના અભિયાનમાં આજે 32 મો મેચ થવા જઈ રહ્યો છે. 5 ઑક્ટોબરના ઈંગ્લેંડ બનામ ન્યૂઝીલેંડથી આ વર્લ્ડ કપની શરૂઆત થઈ. જો કે એકની બાદ એક સાત જીતોની બાદ ભારતનો જલવો દરેક જગ્યાએ દેખાય રહ્યો છે. શ્રીલંકાને 302 રનોથી હરાવ્યા બાદ ભારતે સેમીફાઈનલની ટિકિલ કપાવી લીધી છે. જ્યારે ભારતે 02 નવેમ્બરના શ્રીલંકાને 55 એ ઑલ આઉટ કરી ફરી પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર કબ્જો કરી લીધો છે. જાણો વર્લ્ડ કપમાં અત્યાર સુધી મેચની જાણકારી -

સેમી ફાઈનલમાં આ રીતે બનશે જગ્યા

પોઈન્ટ્સ ટેબલમાં ટૉપ ફૉર પર આવનારી ટીમોને સેમી ફાઈનલ રમવાનો મોકો મળશે. 9 માંથી ઓછામાં ઓછા 7 મેચ કોઈપણ ટીમને સેમી ફાઈનલમાં ક્વોલિફાઈ કરવા માટે રમવાના રહેશે. માની લો કે કોઈ બે ટીમોમાં ટાઈ થઈ જાય છે તો એવામાં ટીમના વિનિંગ રેશો અને રન રેટની બદોલત પોઈન્ટ્સ ટેબલમાં સૌથી ટૉપ પર રહેશે આ સેમી ફાઈનલમાં રમવાનો મોકો આપવામાં આવશે. જોઈએ અત્યાર સુધી પોઈન્ટસ ટેબલમાં ટીમો ની શું છે સ્થિતિ -


ઈન્ડિયા 2023 વર્લ્ડ કપને હોસ્ટ કરી રહ્યુ છે. ODI વર્લ્ડ કપ ફૉર્મેટ 50 ઓવરનું રહે છે. રાઉંડ રૉબિન મેથ્ડની મદદથી આ વખત બધા ગેમ્સ શેડ્યૂલ કરવામાં આવ્યા છે. આ વર્લ્ડનો પહેલો મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ, ગુજરાતમાં ન્યૂઝીલેંડ અને ઈંગ્લેંડની વચ્ચે 05 ઑક્ટોબરના થયો. આ મુકાબલામાં ન્યૂઝીલેંડે 9 વિકેટોથી મુકાબલો જીત્યો.

06 ઑક્ટોબર પાકિસ્તાનની ટક્કર નેધરલેંડથી થઈ. પાકિસ્તના અને નેધરલેંડની વચ્ચે વનડે વર્લ્ડ કપ 2023 નો બીજો મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈંટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવ્યો. પાકિસ્તાન 81 રનોથી મેચ જીત્યુ.

07 ઑક્ટોબરના શ્રીલંકા અને સાઉથ આફ્રિકાનો મુકાબલો ઘણો વધારે દિલજસ્પ રહ્યો. સાઉથ આફ્રીકાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 428 રન બનાવ્યા. શ્રીલંકાને ઘણા મોટા માર્જિન સાથે હરાવ્યુ. તેની સાથે જ પોઈન્ટ્સ ટેબલ પર સાઉથ આફ્રિકા બીજા નંબર પર પહોંચ્યુ. 07 ઑક્ટોબરના બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનની પણ ટક્કર થઈ. અફઘાનિસ્તાન આ મેચમાં 156 રનો પર જ સમેટાઈ ગયુ. જ્યારે, બાંગ્લાદેશે 34.4 ઓવર્સમાં 158 રન બનાવીને મેચ જીતી લીધો.

08 ઑક્ટોબરના ભારત બનામ ઑસ્ટ્રેલિયાના મેચમાં કેટલીક શાનદાર પારિઓ જોવાને મળી. ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 199 રન બનાવ્યા. ભારતે તેના જવાબમાં 41.2 ઓવરમાં જ 201 રન બનાવીને છ વિકેટથી મેચ જીત્યો.

09 ઑક્ટોબરના ન્યૂઝીલેંડ અને નેધરલેંડની ટક્કર થઈ. ન્યૂઝીલેંડે મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલ પર પહેલા સ્થાન પર પોતાની પોજિશન યથાવત રાખી છે. જ્યારે નેધરલેંડ આઠમાં નંબર પર સરકી ગયુ.

10 ઑક્ટોબરના સવારે સાડા દસ વાગ્યે ઈંગ્લેંડ અને બાંગ્લાદેશની વચ્ચે પહેલો મુકાબલો થયો. આ મુકાબલો ઈંગ્લેંડની ટીમે 137 રનોથી જીત્યો. 10 ઑક્ટોબરના બીજો મુકાબલો 2 વાગ્યે શ્રીલંકા અને પાકિસ્તાનની વચ્ચે થયો. આ મુકાબલમાં પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ 344 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 48.2 ઓવર્સમાં 345 રન બનાવીને 6 વિકેટોથી મેચને જીત્યો અને પોઈન્ટ્સ ટેબલ પર પોતાનું બીજા નંબર પર સ્થાન પાક્કુ કરી લીધુ.

11 ઑક્ટોબરના ભારતનો દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનની વિરૂદ્ઘ બીજો મુકાબલો થયો. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 272 રન બનાવ્યા. ભારતે 35 ઓવરમાં 273 રન બનાવીને 8 વિકેટોથી આ મેચને જીત્યો અને હવે પોઈન્ટ્સ ટેબલ પર બીજા નંબર પર છે.

12 ઑક્ટોબરના લખનઉના ઇકાના સ્ટેડિયમમાં લખનઉના ઇકાના સ્ટેડિયમમાં બીજો મેચ થયો. ઓસ્ટ્રેલીયા 40.5 ઓવરમાં 177 રન બનાવીને હારી. જ્યારે સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ પર 311 રન બનાવી મેચ જીત્યો, હવે પોઈન્ટ્સ ટેબલ પર પહેલા નંબર પર છે.

13 ઑક્ટોબર ન્યૂઝીલેંડ વર્સિસ બાંગ્લાદેશના મેચમાં પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે ન્યૂઝીલેંડને 246 રનોનું લક્ષ્ય આપ્યુ. ન્યૂઝીલેંડની ટીમે 42.5 ઓવર્સમાં 248 રનોની સાથે આઠ વિકેટથી મેચ જીત્યો.

14 ઑક્ટોબરના ભારત વર્સિસ પાકિસ્તાનને એતિહાસિક મુકાબલો અમદાવાદના નેરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયો. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો. એવામાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે ભારતને 192 રનોનું લક્ષ્ય આપ્યુ. ભારતે 30.3 ઓવરમાં જ મેચને જીતી લીધો.

15 ઑક્ટોબર ઈંગ્લેંડ વર્સિસ અફધાનિસ્તાનની વચ્ચે ઘણો રોમાંચક મુકાબલો થયો. અફધાનિસ્તાને પહેલા બેટિંગ કરતા ઈંગ્લેંડને 285 રનોનું લક્ષ્ય આપ્યુ. ત્યાર બાદમાં બેટિંગ કરવા ઉતરી ઈંગ્લિશ ટીમ 215 રનો પર જ સમેટાઈ ગઈ. તેની સાથે અફધાનિસ્તાન આ મેચ 69 રનથી જીતી.

16 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા વર્સિસ શ્રીલંકાનો મુકાબલો લખનઉના અરૂણ જેટલી સ્ટેડિયમનમાં થવાના છે. આ મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 43.3 ઓવરમાં 209 રન બનાવ્યા. આ મુકાબલાને ઑસ્ટ્રેલિયાની ટીમે 215 રન બનાવીને આઠ વિકેટથી જીતી લીધુ.

17 ઑક્ટોબરના સાઉથ આફ્રીકા અને નેધરલેંડનો મુકાબલો ધર્મશાલા સ્ટેડિયમમાં થયો. આ મેચમાં નેધરલેંડે પહેલા બેટિંગ કરતા 43 ઓવરમાં 245 રન બનાવ્યા. 246 ના ટાર્ગેટ માટે ઉતરી પ્રોટીયાઝ 207 પર જ સમેટાઈ ગઈ. નેધરલેંડનો આ મુકાબલો 38 રનોથી જીતી ગયો.

18 ઑક્ટોબરના ન્યૂઝીલેંડના અફધાનિસ્તાનનો મુકાબલો એમએ ચિંદબરમ સ્ટેડિયમ ચેન્નઈમાં થયો. આ મેચમાં ન્યૂઝીલેંડે પહેલા બેટિંગ કરતા 288 રન બનાવ્યા. અફધાનિસ્તાન જ્યારે 139 પર જ સિમટાઈ ગયુ. તેની સાથે ન્યૂઝીલેંડ 149 રનોથી આ મુકાબલો જીત્યુ.

19 ઑક્ટોબરના ભારતનો મેચ બાંગ્લાદેશ સાથે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં થયો. ભારતે આ મેચ 7 વિકેટથી જીત્યો. આ જીતની બાદ ફરી એકવાર ભારત નંબર 2 ના પાયદાન પર પોતાની પોજિશન પર સખ્તીથી યથાવત છે.

20 ઑક્ટોબરના ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે મેચ હતો. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 368 રનોનું લક્ષ્ય પાકિસ્તાનને આપ્યુ હતુ. પાકિસ્તાન જવાબમાં 305 રનો પર જ સિમટાઈ ગયુ.

21 ઑક્ટોબરના લખનઉના ઈકાના સ્ટેડિયમમાં નેધરલેંડ અને શ્રીલંકાનો મેચ સવારે 10 વાગ્યાથી શરૂ થયો. આ મેચ ઘણો કાંટાની ટક્કરનો હતો. પહેલા બેટિંગ કરતા નેધરલેંડે લંકાના ખેલાડીઓને 263 રનોનું લક્ષ્ય આપ્યુ. શ્રીલંકાએ 5 વિકેટની સાથે મેચ જીત્યો.

ત્યારે તે જ દિવસે બપોરે બે વાગ્યે ઈંગ્લેંડ અને સાઉથ આફ્રીકાની વચ્ચે ટક્કર થઈ. આ મેચ સાઉથ આફ્રીકાએ 229 રનોથી જીત્યો. પહેલા બેટિંગ કરતા પ્રોટીયાઝે ઈંગ્લેંડને 400 રનોનું લક્ષ્ય આપ્યુ હતુ.

22 ઑક્ટોબરના ભારત વર્સિસ ન્યૂઝીલેંડની તગડી ટક્કર થઈ. બન્ને ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર એક પર કબ્જો કરવા માટે મેચ કરી રહી હતી. ભારતે પહેલા ટૉસ જીતી બોલિંગનો નિર્ણય કર્યો. ન્યૂઝીલેંડે ભારતને 274 રનોનું લક્ષ્ય આપ્યુ. ભારતની તરફથી વિરાટ કોહલીએ 95 રનોની શાનદાર પારી રમી. રવીન્દ્ર જાડેજાના વિનિંગ ચોકાથી ભારતે ટાર્ગેટ હાસિલ કરી જીતનો પરચમ ઘર્મશાળામાં લહેરાવ્યો.

23 ઑક્ટોબરના અફધાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે ચેન્નઈના એમએ ચિંદબરમ સ્ટેડિયમમાં ટક્કર થઈ. મેચ ઘણો સારો રહ્યો. પાકિસ્તાની ટીમે પહેલા બેટિંગ કરતા 286 રન બનાવ્યા. અફઘાનિસ્તાનની ટીમ પણ મેચ છેલ્લી ઓવર સુધી લઈને ગઈ અને 287 રનોની સાથે જીત દર્જ કરી.

24 ઑક્ટોબરના સાઉથ આફ્રીકા અને બાંગ્લાદેશની વચ્ચે શ્વાસ રોકી દેવા વાળો મેચ હતો. વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમોની કમાલની ટક્કર થઈ. સાઉથ આફ્રીકાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 382 રન બનાવ્યા. એવામાં બાંગ્લાદેશની ટીમ 233 રનો પર જ સિમટાઈ ગઈ અને 149 રનોથી મુકાબલો હારી ગઈ. ત્યાર બાદ પોઈન્ટ ટેબલ પર સાઉથ આફ્રીકા બીજા સ્થાન પર પહોંચી ગઈ.

25 ઑક્ટોબરના ઑસ્ટ્રેલિયાની ટક્કર નેધરલેંડથી થઈ. બન્નેનો મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં થયો. ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 400 રનોનો લક્ષ્ય નેધરલેંડને આપ્યો. 90 રનો પર નેધરલેંડની બધી વિકેટ પડી ગઈ. આ રીતે 309 રનોથી મેચ જીતીને ઑસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાન પર આવી ગઈ છે.

26 ઑક્ટોબરના ઈંગ્લેંડ વર્સિસ શ્રીલંકાના મેચ ઘણો જોરદાર હતો. બન્નેની ટક્કર બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થઈ. પહેલા બેટિંગ કરતા ઈંગ્લેંડની ટીમ 156 પર જ સમેટાઈ ગઈ. એવામાં શ્રીલંકાએ આ મુકાબલો 8 વિકેટથી જીતો.

27 ઑક્ટોબર પાકિસ્તાન વર્સિસ સાઉથ આફ્રીકાના મેચનો ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 271 રનોનું લક્ષ્ય સાઉથ આફ્રીકાની સામે રાખ્યા હતા. સાઉથ આફ્રિકાએ ફક્ત એક વિકેટથી આ મેચ જીત્યો.

28 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેંડના મેચમાં પહેલા ઑસ્ટ્રેલિયાએ બેટિંગ કરી અને ન્યૂઝીલેંડને 389 રનોનો ટાર્ગેટ આપ્યો. બન્નેમાં બરાબરની ટક્કર હતી. જો કે કીવી ટીમ શરૂઆતથી પોઈન્ટ ટેબલ પર સૌથી આગળ હતી તે આ મેચ પાંચ રનોથી હારી ગઈ.

નેધરલેંડ વર્સિસ બાંગ્લાદેશના મેચને લઈને કોઈએ પણ વિચાર્યુ ન હતુ કે નેધરલેંડ ફરી એન્ટ્રી કરી શકશે. નેધરલેંડે પહેલા બેંટિંગ કરતા 230 રનોનો ટાર્ગેટ બાંગ્લાદેશ સામે રાખ્યો હતો. બાંગ્લાદેશ 142 રનો પર જ સમેટાઈ ગઈ. આ રીતે નેધરલેંડ 87 રનોથી આ મેચ જીતી.

29 ઑક્ટોબરના ભારત વર્સિસ ઈંગ્લેંડનો મેચ લખનઊના ઈકાના સ્ટેડિયમમાં થયા. ઈંગ્લેંડે પહેલા ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે ઈંગ્લેંડને આ મેચમાં 230 રનોના ટાર્ગેટ આપ્યો હતો. જો કે 129 પર જ ઈંગ્લેંડ હારી ગઈ. આ મેચ ભારત 100 રનોથી જીત્યો.

30 ઑક્ટોબરના શ્રીલંકા વર્સિસ અફધાનિસ્તાનનો મેચ ઘણી શ્વાસ રોકી દેવા વાળો હતો. અફધાનિસ્તાને આ વર્લ્ડ કપમાં ઘણી મોટી-મોટી ટીમોને હોસલાને હરાવી દીધો છે. શ્રીલંકાએ જ્યાં પહેલા બેટિંગ કરતા અફગાન પઠાનો સામે 242 રનોનું લક્ષ્ય રાખ્યુ હતુ. જ્યારે અફધાનિસ્તાનને 7 વિક્ટથી મેચ જીત્યા.

31 ઑક્ટોબર પાકિસ્તાનની ટક્કર બાંગ્લાદેશથી કોલકતાના ઈડન ગાર્ડન્સમાં થઈ. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનને આ મેચમાં 205 રનોનું લક્ષ્ય આપ્યુ હતુ. પાકિસ્તાનને આ મેચ સાત વિકેટથી જીત્યો. પાકિસ્તાન તેની સાથે ફરીથી પાંચમાં નંબર પર છે.

01 નવેમ્બરના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં ન્યૂઝીલેંડ અને સાઉથ આફ્રીકાનો મુકાબલો હતો. જ્યાં સાઉથ આફ્રીકાએ પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેંડને 358 રનોનો ટાર્ગેટ આપ્યો. ક્યારેક ટૉપ પર ચાલતી ન્યૂઝિલેંડની ટીમ 167 પર જ સમેટાઈ ગઈ. 190 થી સાઉથ આફ્રિકાએ આ મેચ જીત્યો અને પોઈન્ટ્સ ટેબલ પર ટૉપ પર પહોંચી ગઈ.

02 નવેમ્બરના ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે વાનખેડે સ્ટેડિયમમાં થયો હતો. જ્યાં ભારતે પહેલા બેટિંગ કરતા શ્રીલંકાને 358 રનોનો ટાર્ગેટ આપ્યો. જ્યારે શ્રીલંકા 55 રનોએ ઓલ આઉટ થઈ ગયુ હતુ. ODI માં જ્યાં ભારતનું પલડુ ભારી છે ત્યારે ODI વર્લ્ડ કપમાં મુકાબલા ઘણી ટક્કરના છે. ભારત પોઈન્ટ ટેબલ પર પહેલા નંબર પર ફરી પહોંચ્યુ અને શ્રીલંકાને હરાવી ભારતે સેમીફાઈનલની ટિકિટ કપાવી.

03 નવેમ્બરના અફધાનિસ્તાનનો મુકાબલો નેધરલેન્ડ સાથે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં થયો. પહેલા બેટિંગ કરવા ઉતરી નેધરલેંડની ટીમે અફધાનિસ્તાનની સામે 180 રનોનું લક્ષ્ય રાખ્યુ. જેને ટીમે સરળતાથી હાસિલ કરી લીધુ અને 7 વિકેટથી મુકાબલાને જીત્યા.

04 નવેમ્બર ન્યૂઝીલેંડ વર્સિસ પાકિસ્તાનની ટક્કર ઘણી ખતરનાક રહી. પહેલા બેટિંગ કરવા ઉતરી કીવી ટીમે 401 રન બનાવ્યા અને પાકિસ્તાનને 402 રનોનું લક્ષ્ય આપ્યુ. એવામાં હવામાન ખરાબ હોવાના લીધેથી પાકિસ્તાને 25.3 ઓવરમાં 200 રન બનાવીને DLS મેથ્ડથી મેચને જીતી લીધો. આ મુકાબલો બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયો.

ઑસ્ટ્રેલિયા વર્સિસ ઈંગ્લેંડની ટક્કર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેંડને 287 રનોનું લક્ષ્ય આપ્યુ. જીતના ઈરાદાથી ઉતરેલી ઈંગ્લેંડ ટીમ 253 રનો પર સમેટાઈ ગઈ અને 33 રનોથી મેચ હારી ગઈ.

05 નવેમ્બર ભારત વર્સિસ સાઉથ આફ્રિકાનો મુકાબલો કોલકતાના ઈડન ગાર્ડનમાં થયો. આ મુકાબલામાં પહેલા બેટિંગ કરતા ભારતે સાઉથ આફ્રીકાને 327 રનોનું લક્ષ્ય આપ્યુ. લક્ષ્યને પાછળ કરવા ઉતરી સાઉથ આફ્રીકી ટીમ 83 રનો પર જ સમેટાઈ ગઈ. ભારતે આ મુકાબલો 243 રનોથી જીતીને પોઈન્ટ્સ ટેબલના ટૉપ પર પોતાનો પરચમ લહેરાવી દીધો છે.

06 નવેમ્બરના અરૂણ જેટલી સ્ટેડિયમાં બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટક્કર થવા જઈ રહી છે. બન્ને ટીમો માંથી શ્રીલંકાનું પલડુ ભારી છે. એવામાં જોઈએ કે પ્રદૂષણના લીધે મેચ ચાલુ રહે છે કે કેંસિલ કરી દેવામાં આવે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 06, 2023 9:17 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.