World Cup 2023 SA vs SL: સાઉથ આફ્રીકા-શ્રીલંકા મુકાબલાની પિચ રિપોર્ટ, જાણો બન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન | Moneycontrol Gujarati
Get App

World Cup 2023 SA vs SL: સાઉથ આફ્રીકા-શ્રીલંકા મુકાબલાની પિચ રિપોર્ટ, જાણો બન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન

અપડેટેડ 12:54:09 PM Oct 07, 2023 પર
Story continues below Advertisement
આજે આઈસીસી વનડે વિશ્વ કપ 2023 મેચમાં સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટક્કર થશે.

ICC Cricket World Cup 2023 south africa vs sri lanka match: આઈસીસી વનડે વિશ્વ કપ 2023 મેચમાં સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટક્કર થશે. આ મેચનું આયોજન 7 ઑક્ટોબર બપોરે 2 વાગ્યાથી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં થશે. મેચમાં સાઉથ આફ્રિકાની કમાન સંભાળશે તેમ્બા બાવુમા જે પહેલીવાર વર્લ્ડ કપમાં કેપ્ટન બન્યા છે અને શ્રીલંકાના કેપ્ટન છે દાસુન શનાકા, તેમનો પણ કેપ્ટનના રૂપમાં પહેલો વર્લ્ડ કપ રહેશે.

વર્લ્ડકપ 2023 ના આ ચોથા મુકાબલામાં સાઉથ આફ્રિકાનું પલડુ ભારી દેખાય રહ્યુ છે. પરંતુ ઉપમહાદ્વીરની કંડીશંસને જોતા શ્રીલંકાની ટીમ પણ હાવી થઈ શકે છે જેને હાલમાં જ એશિયા કપમાં સારૂ પ્રદર્શન દેખાડ્યુ હતુ. જો વાત કરીએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ બન્ને ટીમોની સામ-સામેના આંકડાઓની, તો હવે બન્ને ટીમોની વચ્ચે 80 વનડે મેચ રમાય ચુક્યા છે. તેમાં 45 મેચ સાઉથ આફ્રીકાએ જીત્યા છે, જ્યારે 33 મેચ શ્રીલંકાએ જીત્યા છે.

સાઉથ આફ્રિકા-શ્રીલંકા મેચમાં પિચ રિપોર્ટ કેવો રહેશે?


સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની વચ્ચે થવા વાળા આ મુકાબલો દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં થવા જઈ રહ્યો છે. આ ગ્રાઉંડ પર અત્યાર સુધી 26 વન ડે મેચ રમાયા છે. તેમાં સાઉથ આફ્રિકાએ બે મેચ રમ્યા છે જેમાં તેમણે એકમાં જીત મળી, એકમાં હાર મળી હતી. જ્યારે શ્રીલંકાએ અહીં 5 વનડે મેચ રમ્યા છે જેમાં શ્રીલંકાને ફક્ત એક મેચમાં જીત મળી છે. તે એક હાઈ સ્કોરિંગ ગ્રાંઉડ તો છે પરંતુ સાથે જ અહીં સ્પિનર્સ અને બોલર્સ, બન્નેને મદદ મળવાના સંકેત છે. અહીંનો મોટાભાગનો સ્કોર વેસ્ટઈંડીઝે 8 વિકેટ પર 330 રન બનાવ્યા હતા. જ્યારે ન્યૂનતમ સ્કોર સાઉથ આફ્રીકાના નામે રહ્યા છે જ્યારે તે ગત વર્ષ ભારતની વિરૂદ્ઘ 99 રન પર મર્યાદિત રહ્યા હતા.

સાઉથ આફ્રીકા અને શ્રીલંકાની પ્લેઈંગ ટીમ -

સાઉથ આફ્રીકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિંટન ડી કૉક (વિકેટ કીપર), રાસી વેન જેર ડુસેન, એડેન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસન, કેશવ મહારાજ, કેગિસો રબાડા, તબરેઝ શમ્સી, લુંગી નગિડી

શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ પરેરા, પથુમ નિસાંકા, કુસલ મેંડિસ (વિકેટ કિપર), સદીરા સમરવિક્રમા, ચરિથ અસાલંકા, ધનંજય ડી સિલ્વા, દુનિથ વેલાલગે, મહીશ તીક્ષણા, દિલશાન મદુશંક

ICC Cricket World Cup 2023 Points Table: 7 ઑક્ટોબર સુધી આ રહી પોઈન્ટ ટેબલની સ્થિતી, ટીમના રેંકિંગ અહીં ચેક કરો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 07, 2023 12:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.