મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેન 26 જૂનથી થશે શરૂ, ચેક કરો રૂટ અને ભાડું | Moneycontrol Gujarati
Get App

મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેન 26 જૂનથી થશે શરૂ, ચેક કરો રૂટ અને ભાડું

New Vande Bharat Train: ભારતીય ટેક્નોલોજી સાથે સંપૂર્ણપણે ભારતમાં બનેલી વંદે ભારત ટ્રેન એ ભારતીય રેલવેની મહત્વની યોજનાઓમાંની એક છે. ઓડિશાના બાલાસોરમાં થયેલા અકસ્માત બાદ મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેનનું લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું.

અપડેટેડ 03:25:10 PM Jun 15, 2023 પર
Story continues below Advertisement
વંદે ભારત ટ્રેન દેશમાં કુલ 18 રૂટ પર દોડી રહી છે. ફેબ્રુઆરી 2019માં પહેલીવાર આ ટ્રેન દિલ્હી-વારાણસી રૂટ પર ચલાવવામાં આવી હતી.

New Vande Bharat Train: ભારતીય ટેક્નોલોજી સાથે સંપૂર્ણપણે ભારતમાં બનેલી વંદે ભારત ટ્રેન એ ભારતીય રેલવેની મહત્વની યોજનાઓમાંની એક છે. ઓડિશાના બાલાસોરમાં થયેલા અકસ્માત બાદ મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેનનું લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે રેલવે જૂન મહિનામાં એકસાથે 5 વંદે ભારત ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેમાં મુંબઈ ગોવા વંદે ભારત ટ્રેન પણ સામેલ છે. રેલવે પાંચ અલગ-અલગ રૂટ પર વંદે ભારત ટ્રેનનું સંચાલન શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેનોને 26 જૂન 2023ના રોજ ફ્લેગ ઓફ કરવામાં આવશે.

આ રૂટ પર દોડશે નવી વંદે ભારત ટ્રેન 

ખાસ વાત એ છે કે દેશને પહેલીવાર એક સાથે પાંચ વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ નવી વંદે ભારત ટ્રેનો જે રૂટ પર કાર્યરત થશે તેમાં મુંબઈ-ગોવા, બેંગલુરુ-હુબલી, પટના-રાંચી, ભોપાલ-ઈન્દોર અને ભોપાલ-જબલપુરનો સમાવેશ થાય છે. આ તમામ રૂટ પર વંદે ભારત ટ્રેનને 26 જૂને ફ્લેગ ઓફ કરવામાં આવશે.


મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેનનું લોન્ચિંગ અગાઉ કરાયું હતું રદ્દ

2 જૂને ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા અને 1000થી વધુ લોકો ઘાયલ થયા. આ અકસ્માત બાદ 3 જૂને મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેનનો ઉદ્ઘાટન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. હવે 26મી જૂને આ રૂટ પર ટ્રેનો શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે.

18 રૂટ પર ચાલી રહી છે વંદે ભારત

વંદે ભારત ટ્રેન દેશમાં કુલ 18 રૂટ પર દોડી રહી છે. ફેબ્રુઆરી 2019માં પહેલીવાર આ ટ્રેન દિલ્હી-વારાણસી રૂટ પર ચલાવવામાં આવી હતી. આ 100 ટકા ભારતીય ટેક્નોલોજીથી બનેલી ટ્રેન છે. આ ટ્રેન વાઈ-ફાઈ અને જીપીએસ જેવી નવી ટેક્નોલોજીથી પણ સજ્જ છે. ટ્રેનની સુરક્ષા માટે આર્મર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 15, 2023 3:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.