School Bus Accident: અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે. જેમાં બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ક્રેનની મદદથી ડિવાઈડરમાંથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
School Bus Accident: અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે. જેમાં બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ક્રેનની મદદથી ડિવાઈડરમાંથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ટ્રકે જોખમી રીતે ઓવરટેક કરતા બસ વૃક્ષ સાથે અથડાઈ
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ઓગણજ ખાતે આવેલી લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને ઉતારીને પરત આવી રહી હતી. આ દરમિયાન અડાલજ-ગાંધીનગર હાઈવે પર ટ્રકે જોખમી રીતે ઓવરટેક કરતા બસ ડિવાઈડરમાં ઘૂસીને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત સમયે સદનસીબે સ્કૂલ બસમાં બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ બસને અકસ્માત
આ અકસ્માતની જાણ રાહદારીઓ દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી. જે બાદ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને ક્લિનરને ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો બીજી બાજુ પોલીસ દ્વારા ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
વલસાડ નજીક પણ સર્જાયો અકસ્માત
આપને જણાવીએ કે વહેલી સવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પણ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. વલાસાડ નજીક નેશનલ હાઈવે પર ટામેટા ભરેલા ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અન્ય એક ટ્રક અને કાર પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. બનાવને કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વાહન વ્યવહાર યથાવત કરવા પ્રયાસ કર્યા હતા.
તો બીજી તરફ ગઈકાલે અમદાવાદના સીજી રોડ પર પણ અકસ્માતની ઘટના બની હતી. વળાંક લેતા સમયે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. એક કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ટ્રાફિક પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.