બજાર » સમાચાર » તમારા પૈસા

7th Pay Commission: દિવાળીથી પહેલા મોદી સરકારે વધાર્યો પગાર, જાણો ઓક્ટોબરમાં કેટલો વધીને આવશે પગાર

મોદી સરકારે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે.
ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 18:11  |  સ્ત્રોત : Moneycontrol.com

મોદી સરકારે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે આજે કેબિનેટ મીટિંગમાં મોંઘવારી ભથ્થા (Dearness Allowance-DA)માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ડીએની સાથે પેન્શનરોના મોંઘવારી રાહત એટલે કે DRમાં પણ 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. DA અને DRમાં આ વધારો 1 જુલાઈ, 2021 થી લાગૂ માનવામાં આવશે.


31 ટકા થઈ ગયું છે મોંઘવારી ભથ્થું


હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) 28 ટકાથી વધીને 31 ટકા થઈ ગયું છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે DA અને DR ના રેડને ઑલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફૉર ઇન્ડસ્ટ્રિયલમાં વધારાના આધાર પર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના DA અને DR 1 જુલાઈ 2021 થી 3 ટકાનો વધારો કરીને 31 ટકા કરવામાં આવ્યા છે. તેનાથી 47 લાખ 14 હજાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68 લાખ 62 હજાર પેન્શનરોને લાભ થશે.


આટલું થશે વધશે- જાણો સંપૂર્ણ કેલકુલેશન


ધારો કે જો તમારો બેસિક પગાર 18,000 રૂપિયા છે. તેને હવે 5030 રૂપિયા DA મળી રહ્યા છે. હાલમાં DA બેસિક પગારનો 28 ટકા છે. હવે તેમાં 3 ટકાનો વધારો થયો છે. એટલે કે, હવે 31 ટકાની દરસથી મળસે. હવે 31 ટકાના હિસાબથી 5580 રૂપિયા મળશે. એટલે કે કર્મચારીઓનો 18000 રૂપિયા બેસિક પગાર થવા પર 540 રૂપિયાનો વધારો DAમાં થશે. તમારો બેસિક પગાર જેટલો વધારે છે, તેટલો DA વધુ હશે. મોંઘવારી ભથ્થું બેસિક પગારના 31 ટકા હશે અને તે મુજબ વધશે.