Gold Price: 57,000 રૂપિયાની ઊપર ગોલ્ડ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ - gold price gold above 57000 rupees know the price of 10 grams of gold | Moneycontrol Gujarati
Get App

Gold Price: 57,000 રૂપિયાની ઊપર ગોલ્ડ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Silver Price Today 24th January 2023: જ્વેલરી બજારમાં આજે સોનાના ભાવ નવી ઊંચાઈ પર પહોંચી ગયા છે. સોનાના ભાવ આજે 57,300 રૂપિયાની ઊપર કારોબાર કરી રહ્યા છે. 10 ગ્રામ સોનુ 24 કેરેટ ગોલ્ડના રેટ કાલે સોમવારના 57,044 રૂપિયા પર બંધ થયા હતા. આજે તેમાં 318 રૂપિયાની તેજી આવી અને ભાવ 57,362 રૂપિયા પર પહોંચી ગયા.

અપડેટેડ 10:07:40 AM Jan 25, 2023 પર
Story continues below Advertisement

Gold Silver Price Today 24th January 2023: જ્વેલરી બજારમાં આજે સોનાના ભાવ નવી ઊંચાઈ પર પહોંચી ગયા છે. સોનાના ભાવ આજે 57,300 રૂપિયાની ઊપર કારોબાર કરી રહ્યા છે. 10 ગ્રામ સોનુ 24 કેરેટ ગોલ્ડના રેટ કાલે સોમવારના 57,044 રૂપિયા પર બંધ થયા હતા. આજે તેમાં 318 રૂપિયાની તેજી આવી અને ભાવ 57,362 રૂપિયા પર પહોંચી ગયા. ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો પરંતુ ભાવ હજુ 68,000 રૂપિયાની ઊપર બનેલા છે. જો તમારા ઘરમાં લગ્ન થવાના છે અને તમે પણ ગોલ્ડ જ્વેલરી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આજના રેટ જરૂર જાણી લો.

57,000 રૂપિયાની ઊપર ગોલ્ડ

ગોલ્ડ 57,000 રૂપિયાની ઊપર કારોબાર કરી રહ્યું છે. છેલ્લા શુક્રવારના ભાવ 57,000 રૂપિયાની ઊપર ચાલી ગયા હતા. ગઇકાલે સોમવારના રેટમાં થોડુ કરેક્શન આવ્યુ હતુ પરંતુ આજે ફરી ગોલ્ડમાં વધારો જોવામાં આવી રહ્યો છે. જ્યારે 22 કેરેટ ગોલ્ડ જેમાં વધારેતર જ્વેલરી બનાવામાં આવે છે તેમાં 392 રૂપિયાની તેજી આવી અને આજે તે 52,544 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે.

IBJA પર આજે 24 જાન્યુઆરીના સોના-ચાંદીના રેટ

IBJA ની વેબસાઈ પર આપલામાં આવેલા સોના અને ચાંદીના રેટ નીચે ટેબલમાં આપવામાં આવ્યા છે. ટેબલમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાથી લઈને 14 કેરેટ ગોલ્ડના રેટ આપવામાં આવ્યા છે. સાથે જ એક કિલોગ્રામ ચાંદીના રેટ આપવામાં આવ્યા છે. સોના અને ચાંદીના આજની રેટની તુલના કાલે સોમવારના બંધ ભાવથી કરવામાં આવી છે. ચાંદીના ભાવમાં 267 રૂપિયાનો ઘટાડો આવ્યો. આ રહ્યા બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોના અને 1 કિલોગ્રામ ચાંદીના ભાવ..

આ રહ્યા જ્વેલરી માર્કેટમાં સોનાના ભાવ

મેટલ

24 જાન્યુઆરીના રેટ

(રૂપિયા/10ગ્રામ)

23 જાન્યુઆરીના રેટ

(રૂપિયા/10ગ્રામ)

રેટમાં બદલાવ

(રૂપિયા/10ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 57362 57044 318
Gold 995 (23 કેરેટ) 57132 56816 316
Gold 916 (22 કેરેટ) 52544 52252 292
Gold 750 (18 કેરેટ) 43022 42783 239
Gold 585 (14 કેરેટ) 33557 33371 186
Silver 999 68006 Rs/Kg 68273 Rs/Kg -267 Rs/Kg

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

નવા પીક પર ગોલ્ડના ભાવ

ગોલ્ડ 57,000 રૂપિયાની ઊપર નવા પીક પર છે. જો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. હજુ સોનાના વર્તમાન ટ્રેંડને જોઈએ તો ગોલ્ડ જલ્દી આ લેવલ પર પહોંચી શકે છે. જો કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાની માનીએ તો આ વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે. સેંટ્રલ બેન્કના ગોલ્ડ ખરીદવાની પૉઝિટિવ અસર ગોલ્ડ પર જોવામાં આવશે. અજય કેડિયાએ કહ્યુ કે 2023 માં સોનું 64,000 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 24, 2023 2:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.