Gold Silver Price: આજે સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાના ભાવ - gold silver price today the price of gold has come down know the price of 10 grams of gold | Moneycontrol Gujarati
Get App

Gold Silver Price: આજે સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાના ભાવ

Gold Silver Price Today 18th January 2023: જ્વેલરી બજારમાં આજે સોનાના ભાવમાં કરેક્શન આવ્યુ છે. ગોલ્ડના રેટમાં આજે 147 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ગોલ્ડના રેટ આજે 56,605 રૂપિયા પર ખૂલ્યો. 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડના રેટ કાલે મંગળવારના 56,752 રૂપિયા પર બંધ થયા.

અપડેટેડ 05:02:03 PM Jan 18, 2023 પર
Story continues below Advertisement

Gold Silver Price Today 18th January 2023: જ્વેલરી બજારમાં આજે સોનાના ભાવમાં કરેક્શન આવ્યુ છે. ગોલ્ડના રેટમાં આજે 147 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ગોલ્ડના રેટ આજે 56,605 રૂપિયા પર ખૂલ્યો. 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડના રેટ કાલે મંગળવારના 56,752 રૂપિયા પર બંધ થયા. જો તમારા ઘરમાં જલ્દી લગ્ન થવાના છે અને તમે પણ ગોલ્ડ જ્વેલરી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આજના રેટ જરૂર જાણી લો.

ગોલ્ડ 56,800 રૂપિયાના નવા પીક પર પહોંચી ગયા હતા પરંતુ છેલ્લા 2 દિવસોમાં તેમાં થોડુ કરેક્શન આવ્યુ છે. જ્યારે, 22 કેરેટ ગોલ્ડ જેમાં વધારેતર જ્વેલરી બનાવામાં આવી છે તેમાં 135 રૂપિયાના ઘટાડાની સાથે 51,850 રૂપિયા પર ખુલ્યો.

IBJA પર આજે 18 જાન્યુઆરીના સવારે સોના-ચાંદીના રેટ

IBJA ની વેબસાઈટ પર આપવામાં આવેલા સોના અને ચાંદીના રેટ નીચે ટેબલમાં આપવામાં આવ્યા છે. ટેબલમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાથી લઈને 14 કેરેટ ગોલ્ડના રેટ આપવામાં આવ્યા છે. સાથે જ એક કિલોગ્રામ ચાંદીના રેટ આપવામાં આવ્યા છે. સોના અને ચાંદીના આજના રેટની તુલના કાલે મંગળવારના બંધ ભાવથી કરવામાં આવી છે. ચાંદીના ભાવ આ ફ્લેટ રહ્યા. આ રહ્યા બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોના અને 1 કિલોગ્રામ ચાંદીના ભાવ...

મેટલ

18 જાન્યુઆરીના રેટ

(રૂપિયા/10ગ્રામ)

17 જાન્યુઆરીના રેટ

(રૂપિયા/10ગ્રામ)

રેટમાં બદલાવ

(રૂપિયા/10ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 56605 56752 -147
Gold 995 (23 કેરેટ) 56378 56525 -147
Gold 916 (22 કેરેટ) 51850 51985 -135
Gold 750 (18 કેરેટ) 42454 42564 -110
Gold 585 (14 કેરેટ) 33114 33200 -86
Silver 999 68661 Rs/Kg 68661 Rs/Kg 0 Rs/Kg



વર્ષ 2023 માં ગોલ્ડ 64,000 રૂપિયાના સ્તરને કરી શકશે પાર?

જો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયના ભાવને પાર કરી શકે છે. હજુ સોનાના વર્તમાન ટ્રેંડને જોઈએ તો ગોલ્ડ જલ્દી આ લેવલ પર પહોંચી શકે છે. જો છેલ્લા 1 મહીનાની વાત કરીએ તો તે 52,000 રૂપિયાથી 56,800 રૂપિયા પર આવી ગયા છે. તેમાં 3,800 રૂપિયનો વધારો થઈ ચુક્યો છે. જો કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાની માનીએ તો આ વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે. સેંટ્રલ બેન્કના ગોલ્ડ ખરીદવાની પૉઝિટિવ અસર ગોલ્ડ પર જોવામાં આવશે. અજય કેડિયાએ કહ્યુ કે 2023 માં સોનું 64,000 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 18, 2023 5:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.