Gold Silver Price: આજે સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો 24 થી 18 કેરેટ ગોલ્ડના ભાવ - gold silver price today the price of gold has come down know the price of 24 to 18 carat gold | Moneycontrol Gujarati
Get App

Gold Silver Price: આજે સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો 24 થી 18 કેરેટ ગોલ્ડના ભાવ

Gold Silver Price Today 23rd February 2023: આજે સપ્તાહના ચોથા દિવસે ગુરૂવારના સોનાના ભાવમાં ઘટાડો જોવાને મળ્યો છે. 10 ગ્રામ સોનાના ભાવ 56,000 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા છે. 24 કેરેટ ગોલ્ડના રેટ આજે 299 રૂપિયા ઘટીને 56,197 રૂપિયા પર કારોબાર કરતા જોવામાં આવ્યા.

અપડેટેડ 12:08:34 PM Oct 06, 2023 પર
Story continues below Advertisement

Gold Silver Price Today 23rd February 2023: આજે સપ્તાહના ચોથા દિવસે ગુરૂવારના સોનાના ભાવમાં ઘટાડો જોવાને મળ્યો છે. 10 ગ્રામ સોનાના ભાવ 56,000 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા છે. 24 કેરેટ ગોલ્ડના રેટ આજે 299 રૂપિયા ઘટીને 56,197 રૂપિયા પર કારોબાર કરતા જોવામાં આવ્યા. કાલે 10 ગ્રામ સોનાના ભાવ 56,496 રૂપિયા પર બંધ થયા હતા. ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો રહ્યો. ચાંદીના રેટ 693 રૂપિયા ઘટીને 65,293 રૂપિયા પર આવી ગયા છે.

56,000 રૂપિયાની નજીક આવ્યુ સોનું

ગોલ્ડ 56,000 રૂપિયાની નજીક આવી ગયુ છે. કારોબાર કરી રહ્યુ છે. જ્યારે, 22 કેરેટ ગોલ્ડ જેમાં વધારેત્તર જ્વેલરી બનાવામાં આવી છે તેમાં 298 રૂપિયાનો ઘટાડો આવ્યો. તે 51,477 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. જો તમારા ઘરમાં જલ્દી લગ્ન થવાના છે અને તમે પણ ગોલ્ડ જ્વેલરી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આજના રેટ જરૂર ચેક કરી લો.


IBJA પર સોના-ચાંદીના રેટ

IBJA ની વેબસાઈટ પર આપ્યા સોના અને ચાંદીના રેટ નીચે ટેબલમાં આપવામાં આવ્યા છે. ટેબલમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાથી લઈને 14 કેરેટ ગોલ્ડના રેટ આપવામાં આવ્યા છે. સાથે જ એક કિલોગ્રામ ચાંદીના રેટ આપવામાં આવ્યા છે. સોના અને ચાંદીના આજના રેટની તુલના કાલે બુધવારના બંધ ભાવથી કરવામાં આવી છે. આ રહ્યા બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનુ અને 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ...

આ રહ્યા જ્વેલરી માર્કેટમાં સોનાના ભાવ

મેટલ 23 ફેબ્રુઆરીના રેટ (રૂપિયા/10ગ્રામ) 22 ફેબ્રુઆરીના રેટ (રૂપિયા/10ગ્રામ) રેટમાં બદલાવ (રૂપિયા/10ગ્રામ)
Gold 999 (24 કેરેટ) 56197 56496 -299
Gold 995 (23 કેરેટ) 55972 56270 -298
Gold 916 (22 કેરેટ) 51477 51750 -273
Gold 750 (18 કેરેટ) 42148 42372 -224
Gold 585 (14 કેરેટ) 32875 33050 -175
Silver 999 65293 Rs/Kg 65986 Rs/Kg -693 Rs/Kg

ગોલ્ડના ભાવ - એક્સપર્ટની સલાહ

જો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. ગોલ્ડ હાલમાં 59,000 રૂપિયાની નજીક આવી ગયા હતા પરંતુ હાલ હાલમાં તેમાં કરેક્શન આવ્યા છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાની માનીએ તો આ વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે. સેંટ્રલ બેન્કના ગોલ્ડ ખરીદવાની પૉઝિટિવ અસર ગોલ્ડ પર નજર આવશે. અજય કેડિયાએ કહ્યુ કે 2023 માં સોનું 64,000 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે.

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 23, 2023 3:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.