Reliance Jio Prepaid Plan: જિયો કંપની પાસે અલગ - અલગ પ્રકારના રિચાર્જ પ્લાન છે. યુઝર્સને જેવા પ્લાનની જરૂરત હોય તેવો પ્લાન મળી જશે. જિયો આવા ઘણા પ્લાન લાવતા રહે છે. જેમાં ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન પણ મળે છે. હવે હાલમાં જિયોએ ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન પ્લાન લૉન્ચ કર્યો છે.
રિલાયન્સ જિયોનો 739 રૂપિયા પ્રીપેડ પ્લાન 84 દિવસની વેલિડિટી આપી રહ્યો છે. પ્લાનમાં કસ્ટમર્સને 84 દિવસ માટે અનલિમિટેડ કૉલિંગ, 100 એસએમએસ અને 1.5 GB ડેટા દરરોજ આપી રહી છે. આ પ્લાનમાં કુલ 126GB ડેટા મળી રહ્યો છે. જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે તો તમે અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકો છો. તેની સિવાય, JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity અને JioCloud જેવી Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે.
રિલાયન્સ જિયોનો 666 રૂપિયા પ્રીપેડ પ્લાન 84 દિવસની વેલિડિટી આપી રહ્યો છે. પ્લાનમાં કસ્ટમર્સને 84 દિવસ માટે અનલિમિટેડ કૉલિંગ, 100 SMS અને 1.5 GB ડેટા દરરોજ મળે છે. ડેલી ડેટા મર્યાદા સમાપ્ત થયા પછી, સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. આ પ્લાનમાં કુલ 126GB ડેટા ઉપલબ્ધ છે. જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે તો તમે અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકો છો. તેની સિવાય JioTV, JioCinema, JioSecurity, JioCloud જેવી Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળે છે.