બજાર » સમાચાર » તમારા પૈસા

જાણો PPFમાં રોકાણ કરવાથી કેવી રીતે મળે વધુ સારા રિટર્ન

ના રોજ પ્રકાશિત Sat, 11, 2020 પર 08:53  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (July-September Quarter) માટે સ્મોલ સેવિંગ સ્કીમ્સ (Small Saving Schemes) પરના વ્યાજ દર (interest Rates)માં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. હાલમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (public Provident Fund-PPF)માં હાલના સમયમાં 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. લૉન્ગ ટર્મ (Long Term) માટે એક સારો રોકાણ (investment) કરવું એક સારો વિકલ્પ છે. તેમાં રોકાણ કરવું માત્ર સલામત નથી, પરંતુ તેમાં ટેક્સ મુક્તિમાં ઘણા પ્રકારના ફાયદા મળે છે અને કોઇ જોખમ નથી.


હવે જો તમે એમાં સારો રિટર્ન મેળવાવા માંગો છો તો તમારે નિયમોને જાણવું પડશે. જેથી તમારા રોકાણની સંપૂર્ણ રકમનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય અને તમને વધુ રિટર્ન મેળવી શકો છો.


PPFમાં વાર્ષિક વ્યાજ મળે છે, પરંતુ વ્યાજની ગણતરી દર મહિને કરવામાં આવે છે. આ વ્યાજ દર મહિને 5 તારીખ અને અંતિમ તારીખની વચ્ચે હાલ મિનિમમ બેલેન્સ પર આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે તમે મહિનામાં રોકાણ કરો છો ત્યારે 5 તારીખના પહેલાં અકાઉન્ટમાં પૈસા નાખો. જેથી વ્યાજની ગણતરી કરતી વખતે તમને તેનો લાભ મળી શકે. જો તમે 5 તારીક પછી પૈસા નાખો છો તો એક મહિના માટે તેમાં કોઈ વ્યા નહીં મળે. તેથી જો તમે ચેક દ્વારા રોકાણ કરી રહ્યા છો, તો 5 તારીખથી 3-4 દિવસ પહેલા ચેક જમા કરવો, જેથી તમારી રોકાણ કરેલી રકમ 5 તારીખ પહેલા પહોંચી જાય. જો તમારી રોકાણ કરેલી રકમ 5 તારીખ પછી ક્રેડિટ થાય છે, તો તેમા કોઇ વ્યાજ નહીં મળે.


PPFમાં Contribution પર કલમ 80C હેઠળ 1.5 લાખ રૂલિયા સુધીની રકમ પર ઇનકમ ટેક્સમાં છૂટ મળે છે. આના પર મળેલા વ્યાજ પર ટેક્સ નથી લાગતો, પરંતુ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે એની જાણકારી આપવી મહત્વપૂર્ણ છે.