મની મૅનેજર: નવા વર્ષમાં ક્યા બની રહી છે રોકાણની તક | Moneycontrol Gujarati
Get App

મની મૅનેજર: નવા વર્ષમાં ક્યા બની રહી છે રોકાણની તક

આગળ જાણકારી લઈશું Credence Wealth Advisorsના ફાઉન્ડર અને સીઈઓ, કિર્તન શાહ, રૂપી વિથ ઋષભના ફાઉન્ડર, ઋષભ દેસાઇ અને નિમિત કન્સલટન્સીના ફાઉન્ડર અને સીએ, નિતેશ બુધ્ધદેવ પાસેથી.

અપડેટેડ 06:53:54 PM Nov 09, 2023 પર
Story continues below Advertisement

મની મૅનેજરના દીપોત્સવ સ્પેશલ એપિસોડમાં આપનુ ફરી એક વખત સ્વાગત કરૂ છુ અને આવનારૂ નવુ વર્ષ આપના જીવનમાં આર્થિક સમૃધ્ધી લાવનારૂ રહે. આ શુભકામના ફળીભૂત થાય તે માટે પ્રયત્નોમાં મની મેનેજરનો સાથ તો આપને મળતો જ રહેશે અને આજે આપણે આપણા ખાસ મહેમાનો ને આમત્રિત કર્યા છે.

જેમની પાસે આપણે જાણીશુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની રણનિતી કેવી હોવી જોઇએ, ગયા વર્ષમાં કયા ફંડનુ કેવુ પરફોર્મન્સ રહ્યું અને આવનારા વર્ષમાં ક્યા ફંડ પાસેથી છે સારા પરફોર્મન્સની અપેક્ષા. આગળ જાણકારી લઈશું Credence Wealth Advisorsના ફાઉન્ડર અને સીઈઓ, કિર્તન શાહ, રૂપી વિથ ઋષભના ફાઉન્ડર, ઋષભ દેસાઇ અને નિમિત કન્સલટન્સીના ફાઉન્ડર અને સીએ, નિતેશ બુધ્ધદેવ પાસેથી.

ક્રેડન્સ વેલ્થ એડવાઈઝર્સના ફાઉન્ડર અને સીઈઓ, કિર્તન શાહના મતે -


તાયવાન અને નાસ્ડેક થીમ ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાલી છે. સરકારી સાથે જોડાયેલી થીમ ભારતમાં સારી ચાલી છે. મિડકેપ અને સ્મોલકેપે લાર્જકેપની સામે ઘણો સારો થયો છે. વેલ્યુ ઇન્વેસ્ટીંગ થીમ પાછલા વર્ષમાં ચાલી છે. હાલના સમયમાં ગ્લોબલ પ્રોબ્લેમ ઘણા છે. રિટેલ રોકાણકારે લાંબાગાળાના રોકાણ કરવા જોઇએ.

લાર્જકેપ તરફ આવનારા વર્ષ માટે ધ્યાન આપી શકાય છે. વેલ્યુથીમ આવનારા વર્ષે પણ સારો દેખાવ કરી શકે છે. બેન્કિંગ, ફાર્મા અને આઈટી સેક્ટર પર ધ્યાન આપી શકાય છે. ડાઇવર્સિફાઇડ ફંડમાં રોકાણ કરવું સલાહ ભર્યું છે. વધુમાં વધુ રોકાણ કરો અને લાંબાગાળા સુધી રોકાણમાં બની રહો છો. 8 થી 10 વર્ષનો સમય હોય તો માર્કેટ તુટે ત્યારે રોકાણ કરતા રહો છો.

વેલ્યુ થીમ આવનારા વર્ષમાં સારા રિટન્સ આપશે. લાર્જકેપમાં આવનારા વર્ષ માટે રોકાણ કરી શકાય છે. આઈસીઆઈસીઆઈ વેલ્યુ ડીસ્કવરીમાં રોકાણ કરી શકાય છે. કોટક ઇક્વિટી ઓપ્યુ.માં રોકાણ કરી શકાય છે. પોર્ટફોલિયોમાં 4, 5 ફંડથી વધુ ફંડ ન હોવા જોઇએ.

રૂપી વિથ ઋષભના ફાઉન્ડર, ઋષભ દેસાઇના મતે -

ડેટ પર હવે ફરી ફોકસ વધી રહ્યું છે. બોન્ડમાં 6 થી 8 ટકાના રિટર્ન આપ્યા છે. લોંગ ડ્યુરેશન બોન્ડએ સારૂ પ્રદર્શન બતાવ્યું છે. ક્રેડિટ રિસ્ક ફંડ અને ફ્લોટર ફંડનો દેખાવ સારો રહ્યોં છે. યીલ્ડ કર્વ લગભગ ફ્લેટ છે. 2 થી 3 વર્ષ માટે ડેટમાં રોકાણ કરવું સલાહભર્યું રહેશે. ગ્લોબલ યીલ્ડ ઉચત્તમ સ્તરો પર છે. ભારતમાં વ્યાજદર ઉચ્ચત્તમ સ્તર પર છે.

2024થી વ્યાજદર ઘટાડો થઇ શકે છે. 3 થી 7 વર્ષના બોન્ડ યીલ્ડ 7 થી 8 ટકા છે. 3 થી 7 વર્ષના બોન્ડમાં રોકાણ કરી શકાય છે. ડેટ MF, FDથી સારા રિટર્ન્સ આપશે. કો-ઓપરેટ બોન્ડમાં રોકાણ કરી શકાય છે. બેન્કિંગ, પીએસયૂ ફંડમાં રોકાણ કરી શકાય છે. MF દ્વારા રોકાણ કરવા એ ઉત્તમ વિકલ્પ છે. સોનામાં રોકાણ માટે SGB સારો વિકલ્પ છે.

હાલમાં સોનામાં રોકાણ ટાળવું જોઇએ. સોનાની કિંમતો સ્થીર થી થોડુ પોઝીટીવ રહી શકે છે. સોનામાં 10%નો ઘટાડો આવે તો રોકાણ કરી શકાય છે. કો-ઓપરેટ બોન્ડમાં રોકાણ કરી શકાય છે. બેન્કિંગ, પીએસયૂ ફંડમાં રોકાણ કરી શકાય છે. Gsec જેવા લોંગ ડ્યુરેશન ફંડમાં રોકાણ કરી શકાય છે.

આદિત્ય બિરલા કોર્પોરેટ ફંડમાં રોકાણ કરી શકાય છે. ICICI કોર્પોરેટ બોન્ડ ફંડમાં રોકાણ કરી શકાય છે. એક્સિસ બેન્કિંગ PSU બેન્કમાં રોકાણ કરી શકાય છે. બંધન બેન્કિંગ PSU બેન્કમાં રોકાણ કરી શકાય છે.

નિમિત કન્સલટન્સીના ફાઉન્ડર અને સીએ, નિતેશ બુધ્ધદેવના મતે -

ડેટ ફંડના ટેકસેશન પર પાછલા વર્ષમાં મોટો ચેન્જ આવ્યો છે.

3 પ્રકારના ટેક્શસન

65 ટકાથી વધુ રોકાણ ઇક્વિટીમાં હોય તે ફંડ પર ઇક્વિટી મુજબ ટેકસેશન છે. શોર્ટ ટર્મ માટે 15 ટકા ટેકસ લાગશે અને તેનાથી વધારે પર 10 ટકા ટેક્સ લાગશે. 35 થી 65 ટકા જે ફંડ ઇક્વિટીમાં રોકાણ કરશે તેમા શોર્ટ ટર્મમાં ઇન્ડેકસેશન મળશે. લોંગટર્મમાં સ્લેબ મુજબ ટેક્સ લાગુ થશે. ડેટ કેટગરીમાં ઇન્ડેકેશનનો લાભ નહી મળે.

ડેટમાં તમારા સ્લેબ મુજબ ટેક્સ લાગશે. ગોલ્ડ ફંડ, ફોરેન ઇક્વિટી ફંડ બધા પર આ અસર થઇ છે. માત્ર ટેક્સ બચાવવા માટે રોકાણ ન કરવા જોઇએ. રોકાણ ધ્યયના સમયગાળા પ્રમાણે હોવા જોઇએ. ડેટ ફંડમાં પણ અમુક રોકાણ હોવા જ જોઇએ. ડેટ ફંડમાં ટેક્શન ચેન્જસ બાદ પણ FDથી સારો વિકલ્પ છે.

મલ્ટી એસેટ એલોકેશન, બેલેન્સ ફંડમાં 3 વર્ષથી વધુ માટે ઇન્ડેકશનનો લાભ મળશે. અમુક હાઇબ્રિડ અને ગોલ્ડ ફંડ તરફ ધ્યાન આપી શકો છો. વાઇટ ઓકના બેલેન્સ ફંડમાં રોકાણ કરી શકાય છે. DSP મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં રોકાણ કરી શકાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 09, 2023 6:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.