બજાર » સમાચાર » તમારા પૈસા

PM awas yojana: ઘર ખરીદી માટે 2.5 લાખની સબસિડી, PM આવાસ યોજના અંતર્ગત એવી રીતે કરો અપ્લાય

ના રોજ પ્રકાશિત Tue, 11, 2020 પર 10:51  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારત સરકારે દેશના શહેરી નાગરિકોને કિમતો પર ઘર આપવા માટે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) શરૂ કરી હતી. હજી સુધી લાખો લોકોએ પીએમ આવાસ યોજનાનો લાભ લીધો છે. આ યોજના અંતર્ગત ઘર ખરીદવા પર લોકોને 2.5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે.


સરકારે પીએમ આવાસ યોજના હેઠળ ઘર ખરીદવા માટેની અરજીની ડેડલાઇન વધારી હતી. ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના 31 માર્ચ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. આ સિવાય હવે PMAY 20202ના હેઠળ તેના ઘરનું સપનું વધું જલ્દી પૂર્ણ થશે. કેન્દ્ર સરકારે આ યોજનામાં બદલાવ કરતા ટાઉમના 114 દિવસ કરી છે, જે પહેલા 314 દિવસ હતી. એટલે કે, હવે આ યોજના હેઠળ લોકોને ઘર જલ્દી મળી શકે છે. જો તમે પણ પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમે સરળતાથી ઘરે બેસીને ઑનલાઇન અરજી કરી શકો છો.


આ કાગળો મહત્વપૂર્ણ


પીએમ આવાસ યોજના હેઠળ અરજી કરવા માટે, ઓળખ પત્ર તરીકે PAN કાર્ડ હોવું જરૂરી છે. સરનામાંના પ્રૂફ માટે મતદાર આઈડી, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા કોઈપણ સરકારે જારી કરેલો ફોટો આઇકાર્ડ જરૂરી છે. આવકના પુરાવા માટે છેલ્લા 6 મહિનાના બેન્ક સ્ટેટમેન્ટ, ઇનકમ ટેક્સ (ITR)ની રસીદ અને છેલ્લા 2 મહિનાના પગારની કાપલી (જે લાગુ પડે તે) આપવી જરૂરી છે.


એવી રીતે કરો અરજી


- પીએમ હાઉસિંગ સ્કીમની વેબસાઇટ http://pmaymis.gov.in પર જાઓ.


- તેના હેમ પર આપેલા Citizen Assessment સેક્શનના ડ્રૉપ-ડાઉન મેન્યૂમાં Benefit under other 2 components ઑપશને સેલેક્ટ કરો.


- એવું કરીએ કે એક નવું પેજ ખુલશે, જેમાં Check Aadhar/virtual ID No.Existenceની ડીટેલ રહેશે. તમારી માહિતીને વેરિફાય કરવા માટે તમારો આધાર નંબર દાખલ કરો અને આધારમાં તમારું નામ લખો.


- આ પછી, ટર્મને ટિક કરી ચેક પર ક્લિક કરો. આ કર્યા પછી, નવું પેજ ખુલશે જે અરજી ફોર્મનું રહેશે.


- એપ્લિકેસન ફૉર્મ પર તમામ જરૂરી જાણકારીયો જેમ કે નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, પર્સનલ જાણકારી, ઇનકમ સ્ટેટમેન્ટ, બેન્ક એકાઉન્ટ ડીટેલ અને અન્ય માહિતી જેવા.


- એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી, ડિસક્લેમર ચેકબોક્સ બટન પર ક્લિક કરો, કેપ્ચા દાખલ કરો અને પછી Save બટન પર ક્લિક કરો. આ કરવાથી તમારી અરજી પૂર્ણ થઈ જશે. એપ્લીકેસન ફોર્મનું પ્રિન્ટઆઉટ લઇને રાખી લો.