High Return Post Office Scheme: કેન્દ્રએ 1 એપ્રિલ 2023થી નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો કર્યો છે. PPF સિવાયની તમામ બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં 10-70 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે. આ સિક્યોર અને ગેરંટીવાળી વળતર યોજનાઓ છે, જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. અહીં તમને પોસ્ટ ઓફિસની એક એવી જ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં 5 લાખ રૂપિયા જમા કરાવવા પર તમને 10 લાખ રૂપિયા મળશે. આજે પણ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ એ વધારવાનો બેસ્ટ રસ્તો છે.
પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ
5 વર્ષ પછી આટલા રૂપિયા મળશે
જો તમે ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં રૂપિયા 5 લાખનું રોકાણ કરો છો, તો તમને મેચ્યોરિટી પર રૂપિયા 7,24,974 મળશે. આમાં તમને વ્યાજ તરીકે 2,24,974 રૂપિયા મળશે. જો તમે ટાઈમ ડિપોઝીટ સ્કીમને 5 વર્ષ સુધી લંબાવશો તો તમને 5 લાખની જગ્યાએ 10 લાખ રૂપિયા મળશે.
આટલા પૈસા 10 વર્ષ પછી મળશે
ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં આ રકમ 10 વર્ષમાં 10,51,175 રૂપિયા થઈ જશે. 5,51,175 રૂપિયા વ્યાજ તરીકે મળશે. અહીં તમારા પૈસા 10 વર્ષમાં બમણા થવાની ખાતરી છે. આ સ્કીમમાં માત્ર 10 વર્ષથી વધુ ઉંમરના લોકો જ રોકાણ કરી શકે છે. જો કે, બાળકનું ખાતું તેના માતાપિતાની દેખરેખ હેઠળ ખોલી શકાય છે. આ ખાતું તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો.