પ્રોપર્ટી ગુરુ: ગિફ્ટ સિટીમાં રેસિડન્શિયલ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરુ: ગિફ્ટ સિટીમાં રેસિડન્શિયલ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ

ગુજરાત RERAને મળ્યા નવા ચેરપર્સન છે. લાંબા સમયથી RERA ચેરમેનની નિંમણૂક બાકી હતી. 150થી વધુ પ્રોજકેટના અપ્રૂવલ બાકી હતા.

અપડેટેડ 08:34:49 AM Aug 20, 2023 પર
Story continues below Advertisement

ગુજરાત RERAને મળ્યા નવા ચેરપર્સન છે. લાંબા સમયથી RERA ચેરમેનની નિંમણૂક બાકી હતી. 150થી વધુ પ્રોજકેટના અપ્રૂવલ બાકી હતા. અનિતા કરવાલની ગુજરાત RERAનાં ચેરમેન તરીકે નિંમણૂક થઇ છે. અનિતા કરવાલ નિવૃત્ત IAS અધિકારી છે. વડોદરાના એક ડેવલપરની સામે 64 FIR કરવામાં આવી છે.

સમય પર પ્રોજેક્ટ પુરો ન કરવા પર ગ્રાહકોએ FIR કરી શકે છે. આ પ્રોજેક્ટ RERAમાં રજીસ્ટર નથી. ગ્રાહકોએ માત્ર RERA રજીસ્ટર પ્રોજેક્ટમાં જ રોકાણ કરવું. ગિફટ સિટીમાં શિવાલિક ગ્રુપના પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 15 દિવસમાં 300 કરોડ રૂપિયાના સેલ્સ થયા છે. શિવાલિક ગ્રુપ દ્વારા કમર્શિયલ પ્રોજેક્ટ પણ થયા છે.

શિવાલિકની બ્રાન્ડ ઇમેજ સારી છે. ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ હોવાથી પ્રોજેક્ટમાં માગ ઘણી સારી છે. ગિફ્ટ સિટીના ગ્રોથને જોતા વેચાણ સારા થયા છે. ગિફટ સિટીમાં જુદા જુદા સેગ્મેન્ટનાં પ્રોજેક્ટ છે. 2 થી 4 BHKનાં પ્રોજેક્ટ ગિફટ સિટીમાં થઇ રહ્યાં છે. 5500 રૂપિયાથી 8000 રૂપિયા પ્રતિ SqFtની કિંમત ગિફટ સિટીમાં રહી છે.


BU મળ્યાના એક મહિનામાં ડેવલપર્સે સોસાયટી બનાવવી પડે છે. કોઓપરેટીવ એકટ મુજબ 1 વર્ષમાં સોસાયટીને કારભાર સોપવાનો હોય છે. ડેવલપર દરેક ફ્લેટ માલિકના નામના શૅર સર્ટિફિકેટ ઇશ્યુ કરે છે. સેલ ડીડ એક્ઝીક્યુટ થાય તેના નામ પર શૅર સર્ટિફિકેટ ઇશ્યુ થાય છે

સવાલ-

મારો એક ફ્લેટ 38 ફ્લેટો માં થી એક હતો ગાંધીધામ કચ્છ ગુજરાત માં. ભૂકમ બાધ 38 ફ્લેટ્સ તોડી દેવા માં આવ્યા અને પ્લોટ બની ગયો. 20-22 વર્ષ થઈ ગયાં. બધા ફ્લેટ ના માલિકો એ વેચવાનો નિર્ણય કર્યો. તો આ વેચાણ નો સુ પ્રોસેસ હસે?

જવાબ -

સેલ ડીડમાં અનડીવાયડેડ શેરનો ક્લોઝ છે કે નહી ચેક કરો છો. જુના સમયમાં અનડીવાયેડેડ શેર અપાતો ન હતો. હવે સુપ્રિમ કોર્ટનાં ઓર્ડર મુજબ અનડીવાયડેડ શેર આપવો ફરજીયાત. સોસાયટીની SGM બોલાવી પ્લોટ વેચવા ઠરાવ પાસ કરી શકો છો. તમારે લિગલ કાઉન્સિલની સલાહ લઇ આગળ વધવું છે.

સવાલ -

વર્ષ ૨૦૨૧ ના મેં મહિના માં અમદાવાદ નજીકના કાસીન્દ્રા ખાતે આવેલ અક્ષરમ નામની સ્કીમમાં સુપર બીલ્ટ એરિયામાં ૨૦૦ સમય ચોરસ વારના પ્લોટમાં ૨૭૮ વારના બાંધકામ સાથેનો ટ્વીન બંગલો લીધો છે જેના ભવિષ્યના આયોજન અને વિકાસ બાબતે સલાહ આપવા વિનંતી છે.

જવાબ-

કાસીન્દ્રા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ તરીકે આગળ વધી રહ્યોં છે. કાસીન્દ્રાની નજીક ઘણા રેસિડન્શિયલ પ્રોજેક્ટ આવી રહ્યાં છે. કાસીન્દ્રામાં કમર્શિયલ અને રિટેલનો ગ્રોથ હજી ઓછો છે.

સવાલ-

હાઉસિંગ સોસાયટીમાં ફ્લેટ ધરાવનાર હાઉસિંગ સોસાયટીના સભ્ય એક વખત બિલ્ડિંગ પહેલેથી જ પુનઃવિકાસ હેઠળ હોય ત્યારે નોમિનેશનમાં ફેરફાર કરી શકે છે કે કેમ તે જાણવા માગો છો. આવા સંજોગોમાં આવા ફેરફારો માટે કોનો સંપર્ક કરવો.

જવાબ -

તમારા ફ્લેટના નોમીનીનું નામ બદલી શકાય છે. સોસાયટીમાં લેખિત અરજી આપી નોમીનીનું નામ બદલાવી શકો છો. તમે સેલ ડીડ કે વીલ દ્વારા નોમીનીનું નામ બદલાવી શકો છો.

સવાલ -

મારે TP 44 અમદાવાદ રીંગ રોડ પાસેના તપોવન સર્કલ પાસેના રોકાણો વિશે જાણવું છે. કૃપા કરીને મને માર્ગદર્શન આપો કે ક્યાં રોકાણ કરવું તે રહેણાંક હોય કે કોમર્શિયલ?

જવાબ -

તપોવનમાં તમે રિટેલ કે રેસિડન્શિયલમાં રોકાણ કરી શકો છો. હાલ કિંમતો વ્યાજબી છે, હાલ રોકાણનો સારો સમય છે. તપોવન વિસ્તારના ગ્રોથની ઘણી તક રહેલી છે. મેટ્રોની કનેક્ટિવિટીનો લાભ પણ આ વિસ્તારને મળશે.

સવાલ -

મેં ફર્સ્ટ ઓનર પાસ થી સેકન્ડ સેલ મા ફ્લેટ લિધો છે. પહેલા માલિક ને શેર સર્ટિફિકેટ માલ્યુ નો હટુ. શું સોસાયટી શેર સર્ટિફિકેટ આપને સિદ્ધુ મારા નામ પર બંશી કેન નથી?

જવાબ -

તમારા નામે સીધુ શૅર સર્ટિફિકેટ આપવામાં કાયદાકીય મુશ્કેલી કરી છે. શૅર સર્ટિફિકેટમાં પહેલા માલિકના નામ પછી તમારૂ નામ દર્શાવાઇ શકે છે. તમે વકીલની સલાહ લઇ આગળ વધી શકો છો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 20, 2023 8:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.