સપ્ટેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાં રેકોર્ડ પ્રોપર્ટીના વેચાણ થયા છે. પાછલા 10 વર્ષમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ સ્ટેમ્પડ્યુટીની આવક થઇ છે. સપ્ટેમ્બર 2023માં 1144 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની આવક મળી છે. જાન્યુઆરી થી સપ્ટેમ્બરમાં 94,383 પ્રોપર્ટી રજીસ્ટર થઇ છે. કોવિડ પછી પોતાના ઘરનું મહત્વ વધ્યું છે. કોવિડ પછી સતત ઘરોની માગ વધી રહી છેમુંબઇ વર્લ્ડની ટોપ સિટીમાંથી એક છે.
મુંબઇમાં રોકાણકારોના ઘણા રોકાણ હોય છે. મુંબઇમાં 50 થી 100 કરોડ સુધીના ઘરોનાં રોકાણ ઉબરરિચ દ્વારા થાય છે. મોટી રકમ રોકવા માટે પૈસાદાર વર્ગ રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે. મુંબઇનું ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થઇ રહ્યું છે. Credai દ્વારા એક રિસર્ચ રિપોર્ટ તૈયાર થયો છે. મુંબઇમાં ઘરોની સરેરાશ કિંમત 76.160 રૂપિયા પ્રતિ Sqft છે.
દિલ્હીમાં ઘરોની સરેરાશ કિંમત 29, 380 રૂપિયા પ્રતિ Sqft છે. બેંગલુરુમાં ઘરોની સરેરાશ કિંમત 12.970 રૂપિયા પ્રતિ Sqft છે. મુંબઇના ઉંચા પ્રીમિયમને કારણે ઘરોની કિંમત વધુ છે. મુંબઇને દિલ્હી કરતા 25 ગણા પ્રીમિયમ લાગે છે. બેંગલુરુ કરતા 47 ગણા વધુ પ્રિમીયમ લાગે છે.
મુંબઇની પ્રોપર્ટી અન્ય શહેરોની સરખામણીમાં મોંઘી છે. મુંબઇમાં જમીનની કિંમતો વધુ હોવાથી પ્રોપર્ટી પણ મોંઘી છે. સરકારી જમીનોની કિંમતો પણ ઘણી વધારે છે. મુંબઇ માટે પ્રીમિયમ અને અપ્રુવલનાં ચાર્જ પણ ઘણા વધારે છે.
મુંબઇ મહાનગર હોવાથી અહીથી સરકાર વધુ આવકની આશા રાખતી હોય શકે છે. સરકારે ઘરોની કિંમત ઘટાડવી હોય તો પ્રીમિયમ ઘટાડવા જોઇએ. મુંબઇમાં અફોર્ડબલ ઘરો બનાવવા શકય નથી. મુંબઇમાં નાના ઘરોની કિંમત પણ 1 કરોડ રૂપિયા સુધીના થાય છે.
સવાલ-
વસઈ ગામમાં બંગલો ટાઈપ ઘર ખરીવું જોઈએ કે નહીં? 1 કરોડની આસપાસનું બજેટ છે. રિટાયરમેન્ટ લાઈફના માટે હું ઘર ખરીદવા માંગુ છું.
જવાબ-
વસઇમાં તમને 3 BHKનો વીલા તમારા બજેટમાં મળી શકે છે. વસઇ રહેવા માટે સારો વિસ્તાર છે. વસઇને ટ્રેન અને રોડની કનેક્ટિવિટી મળી રહે છે. વસઇનું સોશિયલ ઇન્ફ્રા પણ સારૂ છે. તમારે આ બંગલાનું મેન્ટેનન્સ જાતે કરવુ પડશે જે ધ્યાને રાખશો. છુટા બંગલામાં રહો છો તો સુરક્ષાની બાબત પણ જોઇ લેવી છે. બંગલામાં એમિનિટીઝની સુવિધા નહી મળી શકશે.
મુલુન્ડ બે ભાગમાં વહેચાયેલો વિસ્તાર છે. LBS માર્ગ મુલુન્ડ વેસ્ટ વિસ્તાર છે. મુલુન્ડ ઇસ્ટનો વિસ્તાર ઇસ્ટર્ન હાઇવે થી કનેક્ટેડ છે. LBS માર્ગ પર સારામાં સારા પ્રોજેક્ટ મળી રહેશે. 2 બીએચકે નો ફ્લેટ વેસ્ટમાં તમને 2 કરોડ રૂપિયામાં મળી શકે છે. 25000 રૂપિયા પ્રતિ SqFtની કિંમતમાં મુલુન્ડ વેસ્ટમાં ફ્લેટ મળી શકે છે. મુલુન્ડ ઇસ્ટમાં 20,000 રૂપિયા પ્રતિ SqFtની કિંમતમાં ફ્લેટ મળી શકે છે.
સવલા-
ભાઈદરમાં 1 BHK ફ્લેટ જલ્દીમાં જલ્દી વેચવો છે, 3 મહિનાથી ટ્રાય કરી રહ્યા છે, 10 વર્ષ જૂની સોસાયટી, નવું ઈન્ટિરિયર કરો છો, કેટલી કિંમચો મેળવી શકું? જલ્દીતી કઈ રીતે વેતી શકાય?
જવાબ-
ભાઇદરનું ઇન્ફ્રા અને કનેક્ટિવિટી સારી છે. ભાયંદરમાં જુની બિલ્ડિંગોમાં ફ્લેટ વેચવામાં સમય લાગે છે. 10,000 રૂપિયા થી 14,000 રૂપિયા પ્રતિ SqFtની કિંમત ભાઇદરમાં ચાલે છે. રિસેલમાં ફ્લેટ વેચવાથી ફ્લેટની કન્ડીશન પ્રમાણે કિંમત મળશે. ઇન્ટિરિયરની કોઇ કિંમત તમને મળશે નહી. લોકલ બ્રોકરની મદદથી ફ્લેટ વેચી શકો છો. સોસાયટી મેમ્બર્સ સાથે તમારે વાત કરવી જોઇએ.
સવાલ-
સારી રેન્ટલ ઈનકમ લેવા માટે 80 લાખના બજેટમાં ફ્લેટ લેવો છે, મુંબઈના પૂનામા, તો શું લેવો, જોઈએ?
જવાબ-
રેન્ટલ માટે 2BHKની માગ સારી હોય છે. મુંબઇમાં સારા વિસ્તારમાં 80 લાખ રૂપિયામાં મળવો મુશ્કેલ છે. તમે પૂનામાં તમારે બજેટમાં 2 BHK ફ્લેટ લઇ શકો છો. હીંજેવાડી, બાનેર, મગરપટ્ટા જેવા વિસ્તારમાં રોકાણ કરો છો.